રસોડામાં આ બે વાસણ ક્યારેય ઉંધા ન રાખતા, નારાજ થઈ શકે છે મા લક્ષ્મી, પડશે આર્થિક મુશ્કેલી
Kitchen Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડામાં ક્યારેય આ બે વાસણને ઉંઘા ન રાખવો જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને દેવી અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે.
Trending Photos
Kitchen Vastu Tips: રસોડું માત્ર રસોઈ બનાવવાનું સ્થળ નથી, પરંતુ તેને મા અન્નપૂર્ણા અને મા લક્ષ્મીનો વાસ પણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં રસોડા સાથે જોડાયેલા ઘણા નિયમો છે, જેનું પાલન કરવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે એવું માનવામાં આવે છે કે આ નિયમો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવામાં મદદ કરે છે. આ સિવાય રસોડામાં રાખવામાં આવેલા વાસણોને પણ વાસ્તુશાસ્ત્રમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ખાસ કરીને તવા અને કડાઈની વાત કરીએ તો તમે ઘણા ઘરોમાં જોયું હશે કે લોકો આ બંને વાસણોને ઉંધા રાખે છે. પરંતુ વાસ્તુ અનુસાર, આવું કરવું અશુભ માનવામાં આવે છે અને કહેવાય છે કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે, જેનાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડી શકે છે. આવી સ્થિતિમાં, ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
સ્વાસ્થ્ય પર અસર
જ્યારે પણ આપણે રસોડામાં રસોઈ બનાવી લઈએ ત્યારબાદ વાસણ સાફ કરી તેને યોગ્ય રીતે રાખવા જરૂરી છે. વાસ્તુ અનુસાર તવો અને કડાઈને ઉંધી રાખવાથી નુકસાન થઈ શકે છે. તેમ માનવામાં આવે છે કે તવો અને કડાઈ ઉંધા રાખવાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેનાથી ઘરના લોકો વારંવાર બીમાર પડી શકે છે.
નકારાત્મક ઉર્જા
વાસ્તુ શાસ્ત્ર અનુસાર તવો અને કડાઈને ઉંધા રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. તેનાથી પરિવારના સભ્યો વચ્ચે લડાઈ અને માનસિક તણાવ વધી શકે છે.
આર્થિક તંગી
કહેવામાં આવે છે કે જો તમે તવા અને કડાઈને ઉંધી રાખો તો ઘરમાં ગરીબીનો વાસ થાય છે. તેનાથી આર્થિક મુશ્કેલી વધી શકે છે અને આવકમાં ઘટાડો થઈ શકે છે.
મા લક્ષ્મી થઈ શકે છે નારાજ
તવા અને કડાઈને ઉંધી રાખવાથી મા લક્ષ્મી નારાજ થઈ શકે છે, જેનાથી ઘરમાં બરકત ઓછી થાય છે અને આર્થિક મુશ્કેલી આવી શકે છે.
તવા અને કડાઈ રાખવાની રીત
જો તમે પણ ઘરમાં સુખ-શાંતિ અને પ્રગતિ બનાવી રાખવા ઈચ્છો છો તો રસોડામાં તવા અને કડાઈને યોગ્ય રીતે રાખવા તૈયારી છે. ભોજન બનાવ્યા બાદ તવા અને કડાઈને સારી રીતે સાફ કરી સીધા રાખો. તે વાતનું ધ્યાન રાખો કે આખી રાત રસોડામાં ગંદા વાસણ ન રાખવા જોઈએ, તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. આ સિવાય ક્યારેય તવા પર પાણી ન છાંટવું જોઈએ, કારણ કે તે અશુભ માનવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે