Shukra Mangal Yog: કાલથી શરુ થશે આ 4 રાશિવાળાઓના સારા દિવસો, શુક્ર-મંગળનો યોગ કરાવશે જબરદસ્ત ધન લાભ

Shukra Mangal Yog: જ્યોતિષ શાસ્ત્રની ગણના અનુસાર શુક્ર અને મંગળ મળીને વિશેષ યોગ બનાવશે. આ યોગનું નિર્માણ 4 રાશિઓ માટે જબરદસ્ત ધન લાભ કરાવનાર સાબિત થશે.

Shukra Mangal Yog: કાલથી શરુ થશે આ 4 રાશિવાળાઓના સારા દિવસો, શુક્ર-મંગળનો યોગ કરાવશે જબરદસ્ત ધન લાભ

Shukra Mangal Yog: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની યુતિનું વિશેષ મહત્વ છે. બે ગ્રહોના ખાસ યોગ અને યુતિથી વિશેષ સંયોગ બનતા હોય છે. જ્યોતિષ શાસ્ત્રની ગણના અનુસાર 12 ડિસેમ્બરે શુક્ર અને મંગળનો પ્રતિયુતિ યોગ બનવા જઈ રહ્યો છે. કોઈપણ ગ્રહનો પ્રતિયુતિ યોગ ત્યારે બને છે જ્યારે તે બે ગ્રહ એકબીજાથી 180 ડિગ્રી પર હોય. 12 ડિસેમ્બરે જે યોગ બનવાનો છે તેમાં શુક્ર અને મંગળ એકબીજાથી 180 ડિગ્રી પર હશે. આ યોગની અસર કેટલીક રાશિઓ માટે શુભ અને લાભકારી રહેવાની છે. 

મેષ રાશિ

શુક્ર અને મંગળનો પ્રતિયુતિ યોગ મેષ રાશિ માટે અનુકૂળ રહેવાનો છે. આ શુભ યોગના પ્રભાવથી આર્થિક જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. વેપારમાં શુક્ર ગ્રહ અનુકૂળતા આપશે. કાર્યસ્થળ પર સ્થિતિ અનુકૂળ રહેશે. અધિકારીઓનો સહયોગ મળશે. રોકાણ લાભકારી સાબિત થશે. 

વૃષભ રાશિ

આ રાશિના લોકો શુક્ર અને મંગળની વિશેષ કૃપા પ્રાપ્ત કરશે. મંગળના શુભ પ્રભાવથી જીવન મંગળમય રહેશે. જમીન અથવા પ્રોપર્ટીથી જોડાયેલા કામમાં ધન લાભ થશે. રોકાણથી સારું રિટર્ન મળશે. પરિવારમાં મોટા સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે. ધનની સ્થિતિ સુધરશે. સ્વાસ્થ્ય સારું રહેશે. 

તુલા રાશિ

મંગળ-શુક્રનો ખાય યોગ તુલા રાશિના જાતકો માટે અત્યંત લાભકારી અને શુભ છે. વેપાર અને નોકરીમાં જબરદસ્ત ઉન્નતિ થશે. વેપારમાં આર્થિક સ્થિતિના પ્રબળ યોગ છે. ઘર-પરિવારમાં ખુશહાલી આવશે. દાંપત્યજીવન સુખદ રહેશે. 

વૃશ્ચિક રાશિ

શુક્ર અને મંગળનો પ્રતિયુતિ યોગ વૃશ્ચિક રાશિ માટે અનુકૂળ છે. આ યોગના પ્રભાવથી આર્થિક જીવન સુદ્રઢ થશે. કારોબારમાં નફો થવાના પ્રબળ યોગ છે. રોકાણથી ધન લાભ થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. ધનની સ્થિતિ વધુ સારી થશે. કારોબારમાં રોકાણથી લાભ થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news