ગુજરાતી ન્યૂઝSpiritualઆ પહાડ પર પડી હતી માતા સતીની યોનિ; દર વર્ષે આવે છે માસિક ધર્મ, 3 દિવસ લાલ થાય છે નદીનું પાણી

આ પહાડ પર પડી હતી માતા સતીની યોનિ; દર વર્ષે આવે છે માસિક ધર્મ, 3 દિવસ લાલ થાય છે નદીનું પાણી

Kamakhya Devi Mandir Story: દેવી સતીના શરીરના અંગો જ્યાં પડ્યા હતા તે 51 સ્થળોએ શક્તિપીઠોની રચના થઈ હતી. આ શક્તિપીઠમાંથી એક કામાખ્યા દેવી મંદિર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. અહીં દેવી માતાની યોનિ પડી હતી. જાણો આ મંદિરની રહસ્યમય કહાણી.

આ પહાડ પર પડી હતી માતા સતીની યોનિ; દર વર્ષે આવે છે માસિક ધર્મ, 3 દિવસ લાલ થાય છે નદીનું પાણી

Kamakhya Temple: આસામના ગુવાહાટીમાં આવેલું કામાખ્યા દેવીનું મંદિર સૌથી ચમત્કારિક પ્રાચીન મંદિરોમાંનું એક છે. આ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે અને અહીં દેશ અને દુનિયાના લોકો આવે છે. નવાઈની વાત એ છે કે આ મંદિરમાં ન તો દેવીની કોઈ મૂર્તિ છે કે ન તો કોઈ તસવીર છે. અહીં એક જ તળાવ છે જે હંમેશા ફૂલોથી ઢંકાયેલું રહે છે. આ મંદિરમાં દેવી માતાની યોનિની પૂજા કરવામાં આવે છે. અહીં દેવી આજે પણ માસિક ધર્મમાં આવે છે, એટલે કે તેમને માસિક સ્રાવ આવે છે અને આ પ્રસંગે અહીંના જળાશયનું પાણી પણ લાલ થઈ જાય છે.

નીલાંચલ પર્વત પર પડી સતી માતાની યોનિ
જ્યારે દેવી સતીના મૃત્યુ પછી ત્રણ લોકમાં સતીના શરીર સાથે વિહરતા ભગવાન શિવનું દુઃખ અને ક્રોધને શાંત કરવા માટે ભગવાન વિષ્ણુએ સતી માતાના શરીરને તેમના સુદર્શન ચક્રથી 51 ભાગોમાં વિભાજિત કર્યું, ત્યારે દેવી સતીની યોનિ આ પર્વત પર પડી હતી. આ શક્તિપીઠ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. ઉપરાંત આ મંદિરને અઘોરીઓ અને તાંત્રિકોનો ગઢ માનવામાં આવે છે.

Add Zee News as a Preferred Source

દર વર્ષે માસિક સ્રાવ આવે છે દેવી માતા
આ મંદિરમાં દેવી માતાને હજુ પણ માસિક અથવા પીરિયડ્સ આવે છે. દર વર્ષે કામાખ્યા દેવી મંદિરમાં જ્યારે માસિક ધર્મ આવે ત્યારે 3 દિવસ માટે બંધ કરી દેવામાં આવે છે. જૂન મહિનામાં જ્યારે માતા સતી માસિક ધર્મમાં આવે છે, ત્યારે પુરુષો મંદિર પરિસરમાં પ્રવેશી શકતા નથી.

લાલ થઈ જાય છે કપડું
કહેવાય છે કે આ ત્રણ દિવસોમાં દેવીના દરબારમાં સફેદ કપડું રાખવામાં આવે છે જે ત્રણ દિવસમાં લાલ થઈ જાય છે. આ કાપડને અંબુવાચી કાપડ કહેવાય છે. આ કપડું ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે.

નદીનું પાણી પણ થઈ જાય છે લાલ 
એવું કહેવાય છે કે દેવીના માસિક ધર્મના ત્રણ દિવસ દરમિયાન નજીકમાં વહેતી બ્રહ્મપુત્રા નદીનું પાણી પણ લાલ થઈ જાય છે.

3 વાર કરવા જોઈએ દર્શન
સાથે જ કામાખ્યા દેવી મંદિરમાં દર્શનને લઈને માન્યતા છે કે જે લોકો આ મંદિરના 3 વાર દર્શન કરી લે છે, તો તેમણે સાંસારિક ભવબંધનમાંથી મુક્તિ મળી જાય છે.

વર્ષનો સૌથી મોટો મેળો
દર વર્ષે જ્યારે દેવી માતા માસિક ધર્મમાં આવે છે, ત્યારે અહીં વિશાળ મેળો ભરાય છે. જેણે અંબુવાચી મેળો કહેવાય છે. આ મેળો જૂનમાં ભરાય છે. આ મેળો દરમિયાન મંદિરમાં કોઈને જવાની અનુમતિ હોતી નથી.

માદા પ્રાણીઓની બલિદાન નહીં
એવું માનવામાં આવે છે કે કામાખ્યા દેવી મંદિરમાં કરવામાં આવેલી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થાય છે. મનોકામના પૂર્ણ થયા બાદ ભક્ત કન્યા ભોજન કરાવવામાં આવે છે. કેટલાક લોકો અહીં પ્રાણીઓની બલિ ચઢાવે છે. ખાસ વાત એ છે કે અહીં માદા પ્રાણીઓની બલિ આપવામાં આવતી નથી. તાંત્રિકો અહીં તેમની સાધના કરે છે. એવું કહેવાય છે કે કામાખ્યા દેવી મંદિરમાં હાજર અઘોરીઓ અને તાંત્રિકોમાં સૌથી મોટો જાદુ કે તંત્ર કરવાની શક્તિ હોય છે. આ ઉપરાંત અહીં કાળો જાદુ પણ કરવામાં આવે છે.

(Disclaimer - પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. ઝી ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news