Vastu Tips: ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીની કેવી પ્રતિમા રાખવી અને કેવી નહીં, જાણો સૌથી મહત્વનો વાસ્તુ નિયમ
Vastu Tips: ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ કે ફોટો રાખવો શુભ છે પરંતુ આ મૂર્તિ કેવી હોવી જોઈએ, કઈ દિશામાં રાખવી જોઈએ તે જાણવું પણ જરુરી છે. આજે તમને મુખ્ય દ્વાર અને ગણેશજીની મૂર્તિ સંબંધિત મહત્વના વાસ્તુ નિયમ વિશે જણાવી દઈએ.
Trending Photos
)
Vastu Tips: ઘરમાં ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવી શુભ છે. પરંતુ વાત જો ઘરના મુખ્ય દરવાજાની હોય તો તેના પર ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવા સંબંધિત વસ્તુ નિયમો જાણવા પણ જરૂરી છે. ઘણા લોકો આ નિયમ જાણ્યા વિના જ ગણેશજીની મૂર્તિ કે ફોટો મુખ્ય દ્વાર પર સ્થાપિત કરી દે છે. તેઓ ઘણી વખત એવી મૂર્તિ પણ રાખી દેતા હોય છે જે વસ્તુ અનુસાર ન રાખવી જોઈએ.
આવું તમારી સાથે ન થાય તે માટે વાસ્તુ સંબંધિત આ નિયમ તમને જણાવીએ. આ નિયમ અનુસાર જો તમે ઘરના મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરશો તો ઘરમાં સકારાત્મકતાનો સંચાર થશે અને સંપન્નતા દિવસેને દિવસે વધતી રહેશે.
ગણેશજીની મૂર્તિની દિશા
વાસ્તુ અનુસાર ગણેશજીની મૂર્તિ કે ફોટોમાં તેમનું મુખ દક્ષિણ દિશા તરફ રહેતું હોય તે રીતે રાખવું નહીં. તો ગણેશજીનું મુખ દક્ષિણ દિશા તરફ રહે તો ઘરમાં નકારાત્મકતા વધે છે. જો ઘરનું મુખ્ય દ્વાર દક્ષિણ તરફ હોય તો ગણેશજીની મૂર્તિ મુખ્ય દરવાજામાં ઘરની અંદરની તરફ લગાડો. આ સિવાય જો ગણેશજીનું મુખ પશ્ચિમ દિશા પર તરફ રહે તો પણ અશુભ ગણાય છે. ગણેશજીની પ્રતિમા લગાડવા માટે ઉત્તર અથવા પૂર્વ દિશા અતિ શુભ ગણાય છે.
ગણેશજીની પીઠ કઈ તરફ રાખવી?
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર ગણેશજીની પ્રતિમા લગાવો તો ગણેશજીની પીઠ ભૂલથી પણ ઘરની અંદરની તરફ રહેતી હોય તે રીતે રાખવી નહીં. જો ગણેશજીની પીઠ ઘરની અંદરની તરફ રહેતી હોય તો તેનાથી ઘરમાં ગરીબી વધે છે કારણ કે તે અશુભ ગણાય છે.. ગણેશજી ઘરની અંદર જોતા હોય તે રીતે મૂર્તિ લગાવી જોઈએ.
ગણેશજીની મૂર્તિ કેવી હોવી જોઈએ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર ગણેશજીની મૂર્તિ રાખવી હોય તો એવી રાખવી જેમાં ગણેશજી બેઠી મુદ્રામાં હોય. આવી મૂર્તિ રાખવાથી ઘરમાં લાભ અને સ્થિરતા વધે છે. ઘરના મુખ્ય દરવાજા પર એવી પ્રતિમા કે ફોટો ન રાખો જેમાં ગણેશજી ઉભા હોય.
ગણેશજીની મૂર્તિ ક્યાં ન રાખવી
વાસ્તુશાસ્ત્ર અનુસાર ગણેશજીની મૂર્તિ કે ફોટો ભૂલથી પણ શૌચાલયની પાસે કે અશુદ્ધ જગ્યા પાસે ન રાખો.આમ કરવાથી ગણેશજીનું અપમાન થાય છે અને ઘરમાં નકારાત્મકતા. આ સિવાય તૂટેલી દિવાલ હોય તો તેના પર પણ ગણેશજીની મૂર્તિ રાખવી નહીં. જે જગ્યાએ ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો ત્યાં સફાઈ નિયમિત કરવી..
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














