)
આજે 22 નવેમ્બરના રોજ શનિવાર છે અને આજના દિવસે હનુમાનજી અને શનિદેવની પૂજા કરાય છે. એવું કહેવાય છે કે શનિ દેવ ન્યાયના દેવતા છે પરંતુ જેમના પર તેમની દ્રષ્ટિ પડે છે તેમનો વિનાશ નિશ્ચિત છે. તેની પાછળ તેમની પત્નીનો શ્રાપ છે. એટલે જ શનિદેવ હંમેશા તેમની દ્રષ્ટિ નીચી રાખે છે. શનિદેવના ખરાબ પ્રભાવથી જો તમારે બચવું હોય તો તમારે આ દેવોની પૂજા કરવી જોઈએ. એવું કહેવાય છે કે જે લોકો તેમની પૂજા કરે છે તેમને શનિદેવ પરેશાન કરતા નથી. આ ઉપરાંત શનિવારના ઉપાય, દાન અને મંત્રજાપ કરવા જોઈએ.
શનિદેવને કયો શ્રાપ મળ્યો હતો
ભગવાન શનિ એ ભગવાન સૂર્ય અને છાયા (સંવર્ણા)ના પુત્ર છે. તેમની ગણતરી ક્રૂર ગ્રહોમાં થાય છે. તેમની દ્રષ્ટિનું કારણ તેમના પત્નીનો શ્રાપ છે. એવું કહેવાય છે કે શનિદેવ ભગવાન શ્રીકૃષ્ણના ભક્ત હતા. તેઓ શ્રીકૃષ્ણની ભક્તિમાં હંમેશા મગ્ન રહેતા હતા. યુવા હતા ત્યારે તેમના વિવાહ ચિત્રરથની કન્યા સાથે કરવામાં આવ્યા હતા. શનિદેવના પત્ની સતી-સાધવી હતા. શનિદેવ પત્ની તરફ ધ્યાન આપતા નહતા અને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન રહેતા હતા. તેમણે શનિદેવને શ્રાપ આપ્યો કે આજથી તમે જેને જોશો તે નષ્ટ થઈ જશે. ત્યારથી શનિદેવ પોતાની દ્રષ્ટિ નીચી રાખવા લાગ્યા. કારણ કે તેઓ નહતા ઈચ્છતા કે તેમના દ્વારા કોઈનું અનિષ્ટ થાય.
આ લોકોને પરેશાન નથી કરતા શનિદેવ
એવું કહેવાય છે કે જે પીપળાની પૂજા કરે અને શનિવારે ત્યાં દીવો પ્રગટાવે તે લોકોને શનિદેવ પરેશાન કરતા નથી. એવી પણ માન્યતા છે કે જો શનિની મહાદશા હોય તો પિપ્લાદ મુનીનું નામ લો અને પીપળાની પૂજા કરો. સૂર્યપુત્ર શનિદેવ પવનપુત્ર હનુમાનજીની પૂજા કરનારા લોકોને પણ પરેશાન કરતા નથી. હનુમાનજીની પૂજાથી બધા દોષ સમાપ્ત થઈ જાય છે. એમ પણ કહેવાય છે કે ભગવાન શિવને શનિદેવ ગુરુ માને છે અને આથી તેમની પૂજા કરનારા શિવભક્તોથી શનિદેવ પ્રસન્ન રહે છે. કૃષ્ણ ભક્તોથી શનિદેવ દૂર રહે છે. એમ કહેવાય છે કે શનિદેવ ભગવાન કૃષ્ણના પરમ ભક્ત હતા આથી પોતાના આરાધ્યના ભક્તોને શનિદેવ પરેશાન કરતા નથી.
દાન મંત્ર, જાપ
શનિદેવ કોઈ પણ રાશિમાં અઢી વર્ષ રહે છે. તેઓ મકર અને કુંબ રાશિના સ્વામી છે. તેમની મહાદશા 11 વર્ષની હોય છે. તેમની શાંતિ માટે મૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. રત્નની વાત કરીએ તો નીલમ ધારણ કરવો જોઈએ. શનિની શાંતિ માટે તલ, અડદ, લોઢું, તેલ, કાળા વસ્ત્રો, નીલમ, કાળી ગાય, જૂતા, કસ્તૂરી અને સોનાનું દાન કરવું જોઈએ. બીજ મંત્ર- प्रां प्रीं प्रौं सः शनैश्वराय नमः। જેનો રોજ જાપ કરવો જોઈએ.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેના વિશે કોઈ દાવો કરતું નથી.)