Jagannath Rath Yatra 2025: પુરી સ્થિત ભગવાન જગન્નાથ મંદિર દેશના સુપ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે. આ મંદિર સાથે રોચક કથાઓ અને રહસ્યો જોડાયેલા છે. અહીં ભગવાનની અધુરી મૂર્તિની પૂજા કરવામાં આવે છે. આવું શા માટે છે તેનું કારણ આજે તમને જણાવીએ.

Jagannath Rath Yatra 2025: જગન્નાથપુરીમાં દર વર્ષે ધામધૂમથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. આ વર્ષે 27 જુને રથયાત્રા નીકળશે. પુરીમાં આવેલા જગન્નાથ મંદિરના અનેક રહસ્યો છે જે લોકોને આશ્ચર્યચકિત કરે છે. જેમકે જગન્નાથપુરી મંદિરમાં સ્થાપિત મૂર્તિઓ અધૂરી છે. ભગવાનની મૂર્તિનું નિર્માણ કાર્ય પૂર્ણ થયેલું નથી. અધૂરી મૂર્તિની પણ લોકો શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે. પરંતુ આજના સમયમાં મોટાભાગના લોકો નથી જાણતા કે મૂર્તિ અધુરી શા માટે છે ? આજે તમને ભગવાન જગન્નાથની મૂર્તિ અધૂરી શા માટે છે તેની સાથે જોડાયેલી રોચક તથા વિશે જણાવીએ.
ભગવાન જગન્નાથના અધૂરા સ્વરૂપની કથા
ભગવાન જગન્નાથના આ સ્વરૂપ પાછળ જોડાયેલી કથા અનુસાર એક વખત ઊંઘમાં ભગવાન શ્રીકૃષ્ણ રાધારાણીનું નામ બોલતા હતા. જેને સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણની પત્નીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેમના મનમાં પ્રશ્ન ઊભો થયો કે શ્રીકૃષ્ણ રાધા રાનીને હજુ સુધી કેમ ભૂલ્યા નથી ? શ્રી કૃષ્ણની પત્નીઓ માતા રોહિણી પાસે ગઈ અને તેમને આ અંગે પ્રશ્ન કરવા લાગી. બધાને જીદને જોતા માતા રોહિણીએ ભગવાન શ્રીકૃષ્ણ અને રાધા રાનીની કથાઓ તેમને સંભળાવવાનું નક્કી કર્યું. સાથે જ તેમણે સુભદ્રાને આદેશ કર્યો કે તે કક્ષના દ્વાર પર પહેરેદારી કરે. સુભદ્રા કક્ષના દ્વાર પર બેસી ગઈ અને કોઈને પહેરેદારી કરવા લાગી. શ્રી કૃષ્ણની પત્નીઓ ધ્યાનપૂર્વક શ્રીકૃષ્ણ અને રાધા રાણીની કથાઓ સાંભળતી હતી તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ પણ ત્યાં પહોંચ્યા.
સુભદ્રાએ શ્રીકૃષ્ણ અને બલરામને દ્વાર પર જ રોકી લીધા અને અંદર જવાની મનાઈ કરી. જોકે રાધા રાનીની કથા તેમને દ્વાર સુધી સંભળાતી હતી તેથી સુભદ્રા, બલરામ અને શ્રીકૃષ્ણ મુખ્ય દ્વાર પર ઉભા રહીને કથાઓ ધ્યાનથી સાંભળવા લાગ્યા. રાધા રાણીની કથાઓ સાંભળતા સાંભળતા ત્રણેય એવી અવસ્થામાં આવી ગયા કે ધ્યાનથી જોવા પર તેમના પગ અને હાથ બરાબર દેખાતા ન હતા. આ સમયે ત્રણેય દેવોને દેવર્ષિ નારદે જોયા. દેવર્ષિ નારદ તેમની આ અવસ્થાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તે સમયે નારદજીએ ભગવાન કૃષ્ણ અને પ્રાર્થના કરી કે મહાભાવમાં લીન તેમના આ સ્વરૂપના દર્શન સામાન્ય લોકો પણ કરી શકે તે માટે તેઓ આ સ્વરૂપે પૃથ્વી પર બિરાજમાન રહે. ભગવાન શ્રીકૃષ્ણએ નારદજીની વાતનો સ્વીકાર કરી લીધો.
નારદજીની વાતને પૂરી કરવા માટે અને પૃથ્વી પર મહાભાવમાં લીન શ્રીકૃષ્ણની મૂર્તિ સ્થાપિત થાય તે માટે થોડા સમય પછી રાજા ઇન્દ્ર ધૂમ્ન એ ત્રણ મૂર્તિ બનાવવાનો આગ્રહ એક કારીગરને કર્યો. ભગવાનની મૂર્તિનું નિર્માણ કરવા માટે વિશ્વકર્મા એક વૃદ્ધ વ્યક્તિનું સ્વરૂપ ધારણ કરી પૃથ્વી પર આવ્યા. તેમણે રાજા સામે શરત મૂકી કે 21 દિવસમાં મૂર્તિ બનીને તૈયાર થઈ જશે પરંતુ મૂર્તિના નિર્માણ કાર્ય સુધી કોઈ વ્યક્તિ તેના કક્ષમાં આવે નહીં. રાજાએ શરત માની લીધી અને વિશ્વકર્માએ મૂર્તિ બનાવવાનું કામ શરૂ કર્યું.
બંધ રૂમમાંથી રોજ મૂર્તિનું નિર્માણ કાર્ય થતુ હોય તેવા અવાજ આવતા હતા અને રાજા અવાજ સાંભળીને સંતુષ્ટ થતાં કે મૂર્તિ બની રહી છે. પરંતુ એક દિવસ રાજાને અવાજ આવ્યો નહીં તેમના મનમાં અલગ અલગ વિચારો આવવા લાગ્યા. રાજા પોતાના મન પર કાબુ કરી શક્યા નહીં અને તેમણે દરવાજા ખોલી નાખ્યા. જેના કારણે ભગવાન વિશ્વકર્મા ત્યાંથી ગાયબ થઈ ગયા અને ભગવાનની મૂર્તિ અધુરી અવસ્થામાં જોવા મળી. રાજા આ જોઈને પશ્ચાતાપ કરવા લાગ્યો પરંતુ પછી તેને સમજાયું કે કદાચ આ ભગવાનની જ લીલા હશે તેથી તેમણે ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલભદ્રની અધૂરી મૂર્તિ જ મંદિરમાં સ્થાપિત કરી તેમની પૂજા કરવાની શરૂઆત કરી.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)