Vastu Tips: શા માટે ઘણા લોકો એઠા વાસણ ઘરની બહાર રાખી સાફ કરે ? જાણો તેનાથી થતા લાભ વિશે
Vastu Tips: આજે પણ ઘણા લોકોના ઘરમાં એઠા વાસણ ધોવા માટે ઘરની બહાર વ્યવસ્થા કરેલી હોય છે. વાસણ સાફ કરવા માટે અલગ ચોકડી બનાવેલી હોય છે. આમ કરવું શા માટે જરૂરી છે અને તેનાથી જીવનમાં શું લાભ થાય આજે તમને જણાવીએ.
Trending Photos
)
Vastu Tips: પહેલાના સમયમાં ઘરની બહાર આંગણમાં વાસણ ધોવામાં આવતા હતા. આજે પણ ઘણા લોકોના ઘરમાં આ વ્યવસ્થા જોવા મળે છે. ઘરના રસોડામાં એઠા વાસણ રાખવાની પણ મનાઈ કરવામાં આવે છે અને ગંદા વાસણ રસોડામાં ધોવાનો રિવાજ પણ ન હતો. પરંતુ હવે જગ્યા ના અભાવની કારણ ઘરની અંદર રસોડામાં જ વાસણ ધોવામાં આવે છે. જોકે પહેલાંના સમયમાં પણ ઘરની બહાર વાસણ ધોવા પાછળ જ્યોતિષ તર્ક આપવામાં આવતો હતો. ઘરની બહાર વાસણ ધોવા એક પ્રથા નથી પરંતુ તેનાથી જીવનમાં થતા લાભ વિશે પણ જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. આજે તમને પણ જણાવીએ કે લોકો ઘરની બહાર જ એઠા વાસણ ધોવાનો આગ્રહ શા માટે રાખતા હતા ?
ઘરની બહાર વાસણ ધોવાનું મહત્વ
જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં માનવામાં આવે છે કે રસોઈ અને સ્નાન ઘરમાંથી જ નકારાત્મક ઉર્જા વધારે ઉત્પન્ન થઈ શકે છે. એટલા માટે જ આ બંને જગ્યાને સ્વચ્છ રાખવાનો આગ્રહ રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર એઠા વાસણ ઘરની અંદર આખી રાત રાખવામાં આવે તો ઘરમાં દરિદ્રતા અને રોગનો વાસ થાય છે. વાસણમાં જે બચેલા અનાજના કણ હોય તે આખી રાત રસોડામાં પડ્યા રહે તો માં લક્ષ્મીનું અપમાન ગણાય છે. જો એઠા વાસણ ઘરની બહાર રાખીને ધોવામાં આવે તો દૂષિત પાણી અને અન્ય વસ્તુઓ ઘરની બહાર વહી જાય છે. આમ કરવાથી સુનિશ્ચિત થઈ જાય છે કે ગંદકી અને અપશુકન ઘરની અંદર અટકતું નથી અને ઘરની બહાર નીકળી જાય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ એઠા વાસણને શનિ અને રાહુના નકારાત્મક પ્રભાવ સાથે જોડીને જોવામાં આવે છે.
એઠવાડ અને ગંદકી આ ગ્રહોના ખરાબ પ્રભાવને વધારે છે. જો એઠા વાસણ ઘરની બહાર રાખી તેને ધોઈ લેવામાં આવે તો આ ગ્રહોના અશુભ પ્રભાવને પણ રોકી શકાય છે. તેથી જ ઘરની બહાર એક જગ્યા સુનિશ્ચિત કરી ત્યાં એઠા વાસણ રાખી પાણીથી ધોઈ લેવામાં આવે છે જેથી વાસ્તુદોષ ઉત્પન્ન ન થાય.
રસોડાને માં અન્નપૂર્ણાનું સ્થાન ગણવામાં આવે છે તેથી જ રસોડાને સાફ અને વ્યવસ્થિત રાખવું જોઈએ, તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. એઠા વાસણ નીકળે તેને ઘરની બહાર રાખી તુરંત જ સાફ કરી લેવા જોઈએ. તેનાથી રસોડામાં પવિત્રતા જળવાઈ રહે છે. અને ઘરનું વાતાવરણ પણ શુદ્ધ અને સકારાત્મક રહે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














