Yashoda Jayanti 2023: યશોદા જયંતીનો દિવસ ભગવાન શ્રીકૃષ્ણની માતા યશોદાના જન્મદિવસના ઉપલક્ષમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર આજે 12 ફેબ્રુઆરીના રોજ ઉજવાઈ રહ્યો છે. જાણીએ આજના દિવસના શુભ મુહૂર્ત અને પૂજાવિધિ વિશે વિસ્તારથી...હિન્દુ પંતાંગ મુજબ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની છઠ્ઠના દિવસે યશોદા જયંતી ઉજવવામાં આવે છે. આજના દિવસે માતા પોતાની સંતાની દુદ્યાયુ માટે પ્રાર્થના કરે છે અને વ્રત રાખે છે. આજના શુપભ મુહૂર્ત વિશે પણ જાણીલો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાગણ માસના કૃષ્ણ પક્ષની છઠ્ઠની શરૂઆત 11 ફેબ્રુઆરી સવારે 9 વાગ્યાથી થાય છે. અને ફાગણ માસની કૃષણ પક્ષની છઠ્ઠનું સમાપન 12 ફ્રેબ્રુઆરીએ સવારે 9 વાગ્યાને 47 મિનિટ પર થાય છે. ઉદયા તિથિ મુજબ યશોદા જયંતી 12 ફ્રેબુઆરીના રોજ ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતા મુજબ આજના દિવસે માતા યશોદા અને ભગવાન શ્રીકૃષ્ણની પુજા અર્ચના કરવાથી સંતાન પરના તમામ સંકટો દૂર થાય છે. એટલું જ નહીં બાળક પર કોઈ સંકટનો પડછાયો પણ નથી પડતો. ભગવાન કૃષ્ણ પોતે પુજા અર્ચના કરનારના બાળકની રક્ષા કરે છે. એવી પણ માન્યતા છેકે, આ વ્રત કરવાથી બાળકમાં ભગવાન શ્રીકૃષ્ણ જેવા ગુણો આવે છે.


યશોદા જયંતીની પૂજાવિધિઃ


  • આજના દિવસે દરેક માતા સવારે સ્નાન કર્યા બાદ ભગવાન શ્રીકૃષ્ણની પુજા અર્ચના કરે છે

  • દરેક માતા ભગવાન કૃષ્ણને માખણનો ભોગ ધરાવે તેમની આરાધના કરે છે.

  • દરેક માતા આજના દિવસે કૃષ્ણને હિચકામાં રાખીને જૂલાવે છે.

  • જો તમારી પાસે માતા યશોદાની તસવીર ન હોય તો તમે ભગવાન કૃષ્ણની પ્રતિમા પાસે લાલ ચુંદડી મુકીને દીપ પ્રગટાવીને પુજા કરી શકો છો. 

  • માતા યશોદા અને ભગવાન કૃષ્ણની આરતી બાદ તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ.

  • પૂજા સંપન્ન થયા બાદ તમારે મનોકામના પુરી થાય તે માટે પ્રાર્થના કરવી જોઈએ.


(Disclamer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી24કલાક આ અંગેની પુષ્ટી કરતું નથી.)