પ્યોંગચાંગમાં ફેલાયો વાયરસ, વિન્ડર ઓલંમ્પિક પર સંકટ

દક્ષિણ કોરિયાના પ્યોંગચાંગમાં રમાનારા વિન્ટર ઓલંમ્પિકથી વાયરસને કારણે 1200થી વધુ સુરક્ષાકર્મીઓને હટાવી દેવામાં આવ્યા છે. આ સુરક્ષાકર્મીઓમાંથી 41ને રવિવારે અચાનક ઝાડા-ઉલ્ટી અને અતિસારની ફરિયાદ થઈ. તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં નોરો વાયરસ છે તેની જાણ થઈ. 

 

 પ્યોંગચાંગમાં ફેલાયો વાયરસ, વિન્ડર  ઓલંમ્પિક પર સંકટ

પ્યોંગચાંગઃ દક્ષિણ કોરિયાના પ્યોંગચાંગમાં યોજાનારા વિન્ટર  ઓલંમ્પિકમાં વાયરસના પ્રકોપને કારણે 1200થી વધુ સુરક્ષાકર્મીઓને હટાવી દેવામાં આવ્યા છે. આયોજકોએ જાણકારી આપી કે આસુરક્ષાકર્મીઓમાંથી 41ને રવિવારે અચાનક ઝાડા-ઉલ્ટી અને અતિસારની ફરિયાદ થઈ. તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં નોરો વાયરસ છે તેની જાણ થઈ. નોરો વાયરસ પ્રદુષિત પાણી કે ખાદ્ય વસ્તુઓથી ફેલાય છે અને આ ખૂબ ચેપી હોય છે. 

પ્યોંગચાંગ ઓલંમ્પિક આયોજક સમિતિના એક અધિકારીએ જણાવ્યું 1200 લોકોને ડ્યૂટી પરથી હટાવવામાં આવ્યા છે, તેની જગ્યાએ 900 સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે. આ વચ્ચે શુક્રવારથી શરૂ થઈ રહેલા વિન્ટર ઓલંમ્પિક માટે વિભિન્ન દેશોના ખેલાડીઓ આવવાના શરૂ થઈ ગયા છે. 

ઉલ્લેખનિય છે કે આ વર્ષે 9 થી 25 ફેબ્રુઆરી વચ્ચે દક્ષિણ કોરિયાના પ્યોંગચાંગ શહેરમાં વિન્ટર ઓલંમ્પિયનું આયોજન થવાનું છે. ગુરૂવારે ઉદ્ઘાટન સમારોહ છે તેની તૈયારીઓ ચાલુ છે. વાયરસ ફેલાવવાને કારણે આ તૈયારીને ઝાટકો લાગ્યો છે. પ્યોંગચાંગ શહેર દક્ષિણ કોરિયાની રાજધાની સિલોયથી 80 કિમી દૂર છે. વાયરસને કારણે આ આયોજન પર આફત ઉભી થઈ છે. સત્તાવાર રીતે હજુ સુધી આ મામલે નિવેદન આપવામાં આવ્યું નથી પરંતુ મામલો ગંભીર છે. 

Players have started arriving for winter olympics

વિન્ટર ઓલંમ્પિક માટે દક્ષિણ કોરિયાના ખેલાડીઓને સોમવારે પાજૂ લાવવામાં આવ્યા (ફોટો : IANS)

આ પહેલા સોમવારે ઓલંમ્પિક રમત માટે બનાવવામાં આવેલા મુખ્ય ઓલંમ્પિક ગામમાં પહોંચેલા એથલીટોનો સ્વાગત સમારોહ આયોજીત કરવામાં આવ્યો હતો. સમાચાર એજન્સી યોનહાપે જણાવ્યા મુજબ સ્વાગત સમારોહ રોમાનિયા, બેલ્જિયમ અને બ્રાઝિલના એથલીટો માટે આયોજીત કરવામાં આવ્યો હતો, જે ચાર દિવસ પહેલા અહીં પહોંચ્યા હતા. 

વિન્ટર ઓલંમ્પિકઃ તણાવ વચ્ચે ઉત્તર કોરિયાના ટોંચના અધિકારીઓ દક્ષિણ કોરિયા રવાના
પીઓવી ગવર્નર અને દક્ષિણ કોરિયાઈ આઈઓસીના સદસ્ય રયૂ સેયુંગ મિને આ ખેલાડીઓનું સ્વાગત કર્યું. પૂર્વ ટેબલ ટેનિસ ખેલાડી અને ગોલ્ડ મેડલ વિજેતા સેયુંગે કહ્યું કે, તમારા બધાનું પ્યોંહચાંગમાં સ્વાગત છે. હું મતને ઘર જેવો માહોલ આપવા માટે ખૂબ પ્રયક્ન કરીશ. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news