)
ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા હંમેશા હાઇ વોલ્ટેજ ક્રિકેટ મેચો થતી હોય છે. ત્યારે બંને દેશો માટે રમવું એ ક્રિકેટરની પ્રતિભા બતાવે છે. ભારતના ત્રણ ક્રિકેટરો એવા છે જે ભાગલા પછી પાકિસ્તાન ગયા અને બંને દેશો માટે ક્રિકેટ રમ્યા. ત્યારે આ લેખમાં જાણીશું કે આ 3 ખેલાડીઓ કોણ છે.
અબ્દુલ હાફીઝ કારદાર
અબ્દુલ હાફીઝ કારદારને પાકિસ્તાન ક્રિકેટના પિતા માનવામાં આવે છે. અબ્દુલ હાફીઝ કારદારનો જન્મ 1925માં લાહોરમાં થયો હતો. તેઓ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટન પણ હતા. તેમણે ભારત માટે 3 ટેસ્ટ મેચ અને પાકિસ્તાન માટે 23 ટેસ્ટ મેચ રમી હતી. પોતાની કારકિર્દીમાં તેમણે 26 ટેસ્ટ મેચમાં 927 રન બનાવ્યા અને 21 વિકેટ પણ લીધી. અબ્દુલ હાફીઝ કારદારે પાકિસ્તાન માટે ભારત સામે પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી હતી. 1952માં લખનૌ ટેસ્ટમાં અબ્દુલ હાફીઝ કારદારની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. અબ્દુલ હાફીઝ કારદાર પોતાની ઘાતક બોલિંગ અને આક્રમક બેટિંગ માટે જાણીતા રહ્યા છે.
આમિર ઇલાહી
અમીર ઇલાહી ભારત અને પાકિસ્તાન માટે ક્રિકેટ રમનારા બીજા ક્રિકેટર હતા. આમિર ઇલાહી 1947માં ભારત માટે એકમાત્ર ટેસ્ટ રમ્યા હતા. આ પછી તેમણે પાકિસ્તાન માટે 5 ટેસ્ટ મેચ રમી હતી. તેમની કારકિર્દી લાંબો સમય ટકી નહોતી અને માત્ર 6 ટેસ્ટ મેચમાં તેમણે 7 વિકેટ લીધી હતી અને 82 રન બનાવ્યા હતા. તેઓ ઘરેલુ ક્રિકેટમાં ખૂબ સફળ રહ્યા હતા અને બરોડા ટીમના મહત્વપૂર્ણ ખેલાડી હતા.
ગુલ મોહમ્મદ
ગુલ મોહમ્મદનો જન્મ 15 ઓક્ટોબર 1921ના રોજ થયો હતો. તેઓ સ્વતંત્રતા પહેલા ભારત માટે ક્રિકેટ રમતા હતા, પરંતુ ભાગલા પછી તેઓ પાકિસ્તાન ગયા હતા. ગુલે 1946થી 1952 દરમિયાન ભારત માટે 8 ટેસ્ટ મેચ રમી હતી. તેમણે 1956માં પાકિસ્તાન માટે એકમાત્ર મેચ રમી હતી. ગુલે પોતાની કારકિર્દીમાં 9 ટેસ્ટ મેચમાં 205 રન બનાવ્યા હતા. રણજી ટ્રોફીમાં વિજય હજારે સાથેની તેમની ભાગીદારી હજુ પણ યાદ છે.