INDvsWI 3rd T20: અંતિમ ટી20માં ભારતનો 7 વિકેટે વિજય, શ્રેણી 3-0થી કરી કબજે

અંતિમ ટી20 મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે પરાજય આપીને સિરીઝ 3-0થી કબજે કરી છે. 

INDvsWI 3rd T20: અંતિમ ટી20માં ભારતનો 7 વિકેટે વિજય, શ્રેણી 3-0થી કરી કબજે

ગુયાનાઃ રિષભ પંત (65*) અને વિરાટ કોહલી (59)ની શાનદાર અડધી સદીની મદદથી ભારતે ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે પરાજય આપીને ત્રણ મેચની ટી-20 સિરીઝ 3-0થી પોતાના નામે કરી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 6 વિકેટે 146 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. રિષભ પંત 42 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 65 રન બનાવી અણનમ રહ્યો હતો. વિરાટ કોહલી 45 બોલમાં 6 ચોગ્ગા સાથે 59 રન બનાવી આઉટ થયો હતો. 

શિખર ધવન 3 રન બનાવી આઉટ થયો હતો. લોકેશ રાહુલ 20 રન બનાવી આઉટ થયો હતો. 

વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ
વેસ્ટ ઈન્ડિઝની તરફથી ઈનિંગની શરૂઆત કરવા સુનીલ નરેન અને ઇવિન લુઈસ આવ્યા હતા. સુનીલ નરેનને આ સિરીઝમાં બીજીવાર ઓપનિંગ કરવા આવ્યો હતો, પરંતુ તે ફ્લોપ રહ્યો. તેને દીપક ચહરે પોતાની પ્રથમ ઓવરના પાંચમાં બોલ પર આઉટ કર્યો હતો. નરેને 6 બોલમાં બે રન બનાવ્યા હતા. દીપક ચહરે ટીમ ઈન્ડિયાને બીજી સફળતા અપાવી અને ટીમના ખતરનાક ઓપનર ઇવિન લુઈસને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. લુઈસે 10 રન બનાવ્યા હતા. ત્યારબાદ ચહરે હેટમાયરને એક રન પર LBW આઉટ કરીને ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. 

ભારતીય ટીમને ચોથી સફળતા ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ અપાવી હતી. નવદીપે નિકોલન પૂરનને વિકેટની પાછળ રિષભ પંતના હાથે કેચ કરાવ્યો હતો. પૂરને 23 બોલ પર 17 રનનું યોગદાન આપ્યું હતું. પોલાર્ડે આ મેચમાં પોતાની ટીમનો સ્કોર 100ને પાર કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની ઈનિંગનો અંત નવદીપ સૈનીએ કર્યો હતો. પોલાર્ડે 45 બોલ પર 6 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 58 રનની ઈનિંગ રમી હતી. ત્યારબાદ વોશિંગટન સુંદરે વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કાર્લોસ બ્રેથવેટ (10)ને આઉટ કરીને ભારતને છઠ્ઠી સફળતા અપાવી હતી. 

રોવમૈન પોવેલ 32 અને ફેબિયન એલેન 8 રન બનાવી અણનમ રહ્યાં હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news