)
Unique Cricket Records: ક્રિકેટના ઇતિહાસમાં બેટ્સમેન અને બોલરોના રેકોર્ડનું લિસ્ટ ખૂબ જ મોટું છે. ઘણા બોલરોએ પોતાની રેકોર્ડબ્રેક બોલિંગથી બેટ્સમેનોમાં આતંક મચાવ્યો હતો, જ્યારે કેટલાક બેટ્સમેનોથી આખી દુનિયા ડરતી હતી. પરંતુ અમે તમને એક એવા વિકેટકીપર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની સામે બેટ્સમેન ક્રીઝ પર આવવા માટે ધ્રૂજતા હતા. આ વિકેટકીપરે T20 ઇતિહાસમાં એક એવું કારનામું કર્યું જે ઇતિહાસમાં બીજા કોઈ વિકેટકીપરે કર્યું નથી.
ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે હતી આ મેચ
આ રેકોર્ડ નવેમ્બર 2024માં બન્યો હતો, જ્યારે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડની ટીમો એકબીજા સામે ટકરાઈ હતી. આ મેચમાં યુવા વિકેટકીપર બેટ્સમેન મિશેલ હે વિકેટ પાછળ હતો. શ્રીલંકાની ટીમ પહેલા બેટિંગ કરવા માટે ઉતરી હતી અને મિશેલે તેની ચપળતા અને કેચિંગની ક્ષમતાથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. એક તરફ બોલિંગ પ્રશંસનીય હતી, તો બીજી તરફ મિશેલ હેએ તેની વિકેટકીપિંગથી ન્યુઝીલેન્ડની ઘાતક બોલિંગમાં ચાર ચાંદ લગાવી દીધા.
5 કેચ પકડ્યા
મિશેલ હેની બાજ જેવી આંખો અને ચિત્તા જેવી ચપળતા જોવા મળી અને તેમણે બેટ પર વાગતો એક પણ બોલ ચૂક્યો નહીં. મિશેલ હેએ આ ઇનિંગમાં વિકેટ પાછળથી કુલ 5 કેચ પકડ્યા. એટલું જ નહીં, તેમણે સ્ટમ્પિંગ કરીને પોતાનો રેકોર્ડ પણ અતૂટ બનાવ્યો. મિશેલ હેએ T20 ઇનિંગમાં વિકેટ પાછળથી 6 ડિસમિસેલ કરનાર વિશ્વનો એકમાત્ર વિકેટકીપર સાબિત થયો છે.
ન્યૂઝીલેન્ડે મેચ જીતી
મિશેલ હેની શાનદાર વિકેટકીપિંગ અને ન્યૂઝીલેન્ડની ઘાતક બોલિંગને કારણે શ્રીલંકાની આખી ટીમ 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ પછી ન્યૂઝીલેન્ડ બેટિંગ કરવા ઉતર્યું અને ચેજ કરવા માટે શ્રીલંકાની બોલિંગે મુશ્કેલી ઉભી કરી હતી. જો કે, અંતે ન્યૂઝીલેન્ડે મેચ જીતી લીધી. મિશેલ હે સિવાય 12 વિકેટકીપરોએ T20 ઇનિંગ્સમાં 5-5 ડિસમિસેલ કર્યા છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે આ રેકોર્ડ ક્યારેય તૂટે છે કે નહીં.