21 વર્ષ પહેલાં સચિન તેંડુલકર અને રાહુલ દ્વવિડની ઐતિહાસિક ભાગીદારી, રચ્યો હતો ઇતિહાસ
આજથી બરોબર 21 વર્ષ પહેલાં 8 નવેમ્બર 199ના રોજ ભારતીય ટીમના દિગ્ગજન બેટ્સમેન સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને રાહુલ દ્રવિડ (Rahul Dravid)એ વનડે ક્રિકેટમાં ઇતિહાસ રચી દીધો હતો.
નવી દિલ્હી: આજથી બરોબર 21 વર્ષ પહેલાં 8 નવેમ્બર 199ના રોજ ભારતીય ટીમના દિગ્ગજન બેટ્સમેન સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને રાહુલ દ્રવિડ (Rahul Dravid)એ વનડે ક્રિકેટમાં ઇતિહાસ રચી દીધો હતો. સચિન અને રાહુલ દ્વવિડે વનડેમાં 331 રનના રેકોર્ડની ભાગીદારી કરી હતી.
તેમનો આ રેકોર્ડ 2015 વર્લ્ડકપમાં વેસ્ટઇંડીઝના ક્રિસ ગેલ અને માર્લોન સૈમ્યુલ્સએ ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ભાગીદારી કરીને તોડ્યો હતો.
હૈદ્રાબાદના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં આજથી 21 વર્ષ પહેલાં સચિન તેંડુલકર (Sachin Tendulkar)અને રાહુલ દ્રવિડ (Rahul Dravid)ની જોડીએ 1999માં ન્યૂઝીલેંડના વિરૂધ્ધ કોઇપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો હતો. મેચમાં સચિન-દ્રવિડ બંનેએ 150+ રનોની ઇનિંગ રમતાં 331 રનની પાર્ટનરશિપ બનાવી હતી.
આ સીરીઝની પહેલી મેચ ભારતીય ટીમે રાજકોટમાં ગુમાવી હતી અને ન્યૂઝીલેંડ સામે 0-1થી પાછળ હતી. પરંતુ હૈદ્રાબાદમાં રમાયેલી બીજી મેચમાં પણ ભરતીય ટીમે ખરાબ શરૂઆત બાદ પણ જીત નોંધાવી હતી.
મુકાબલામાં સચિન તેંડુલકર (Sachin Tendulkar)એ તોફાની ફીફ્ટી ફટકારી તો બીજી તરફ દ્રવિડ ક્રીજ પર તેમનો સાથ આપતા રહ્યા. ન્યૂઝેંડની મુસીબત ત્યારે વધી જ્યારે સચિને પોતાના કેરિયરની 24મી સદી પુરી કરી લીધી.
ન્યૂઝીલેંડ વિરૂદ્ધ સચિન તેંડુલકરે 150 બોલમાં 20 ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 186 રનની અણનમ ઇનિંગ રમી. જ્યારે દ્રવિડે 153 બોલમાં 15 ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 153 રન બનાવ્યા આ તેમની વનડે કેરિયરનો સૌથી સર્વશ્રેષ્ઠ સ્કોર રહ્યો. બંનેએ મળીને 46.2 ઓવરમાં 331 રન ફટકાર્યા.
તમને જણાવી દઇએ કે સીરીઝના બીજા મુકાબલામાં ભારતીય ટીમે 50 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 376નો જોરદાર સ્કોર બનાવ્યો. જવાબમાં ન્યૂઝીલેંડની ટીમ 33.1 ઓવરમાં 202 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ. ભારતે આ મેચ 174થી જીતીને પાંચ મેચોની સીરીઝમાં 1-1 ની બરાબરી કરી લીધી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube