અભિષેક શર્મા બન્યો ICC પ્લેયર ઓફ ધ મંથ, મહિલા કેટેગરીમાં પણ ભારતીય ખેલાડીએ જીત્યો એવોર્ડ

Players of the Month : ICCએ સપ્ટેમ્બર માટે ICC પ્લેયર ઓફ ધ મંથની જાહેરાત કરી છે. અભિષેક શર્મા પુરુષોની કેટેગરીમાં વિજેતા બન્યો, જ્યારે ભારતની સ્મૃતિ મંધાનાએ મહિલા કેટેગરીમાં એવોર્ડ જીત્યો.

અભિષેક શર્મા બન્યો ICC પ્લેયર ઓફ ધ મંથ, મહિલા કેટેગરીમાં પણ ભારતીય ખેલાડીએ જીત્યો એવોર્ડ

Players of the Month : ભારતના આક્રમક ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માને સપ્ટેમ્બર મહિના માટે ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. 25 વર્ષીય ખેલાડીએ એશિયા કપ 2025માં શાનદાર પ્રદર્શન કર્યું, 200ના પ્રભાવશાળી સ્ટ્રાઇક રેટથી સાત મેચમાં 314 રન બનાવ્યા. તે ટુર્નામેન્ટનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો અને ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યું.

ICC T20 બેટિંગ રેન્કિંગમાં નંબર-1

Add Zee News as a Preferred Source

અભિષેક શર્મા ICC T20 બેટિંગ રેન્કિંગમાં નંબર-1 પર છે. તે આ ફોર્મેટમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ ધરાવતો ખેલાડી પણ બની ગયો છે. તેણે ક્રિકેટર ઓફ ધ મંથનો એવોર્ડ જીતવા માટે ટીમના સાથી કુલદીપ યાદવ અને ઝિમ્બાબ્વેના બ્રાયન બેનેટને પાછળ છોડી દીધા. અભિષેકે કહ્યું, "ICCનો આ એવોર્ડ જીતીને મને ખૂબ જ સારું લાગી રહ્યું છે અને મને ખુશી છે કે મને કેટલીક મહત્વપૂર્ણ મેચો માટે આ એવોર્ડ મળ્યો છે જેમાં મેં વિજય મેળવવામાં મદદ કરી છે. મને એવી ટીમનો ભાગ બનવાનો ગર્વ છે જે સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં પણ જીતી શકે છે. T20 મેચોમાં અમારો તાજેતરનો રેકોર્ડ અમારી બેસ્ટ ટીમ કલ્ચર અને સકારાત્મક માનસિકતાને પ્રતિબિંબિત કરે છે."

સ્મૃતિને મહિલા કેટેગરીમાં એવોર્ડ

ભારતની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ મહિલા કેટેગરીમાં આ પુરસ્કાર જીત્યો. તેણીએ ઓસ્ટ્રેલિયા સામેની ઘરેલુ ODI શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું, ત્રણ મેચમાં 58, 117 અને 125 રન બનાવ્યા. ભારતીય મહિલા ટીમની વાઈસ-કેપ્ટને ચાર ODI મેચમાં 77ની સરેરાશ અને 135.68ના સ્ટ્રાઇક રેટથી 308 રન બનાવ્યા. આ દરમિયાન તે વનડે ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ક્રિકેટર પણ બની અને વિરાટ કોહલીનો રેકોર્ડ પણ તોડ્યો.

દક્ષિણ આફ્રિકાની તાઝમિન બ્રિટ્સ અને પાકિસ્તાનની સિદ્રા અમીન પણ આ એવોર્ડની રેસમાં હતી. મંધાનાએ કહ્યું, "એક ખેલાડી તરીકે, આ પ્રકારનું સન્માન તમને આગળ વધવા અને વધુ સારું કરવા માટે પ્રેરિત કરે છે. મારું લક્ષ્ય હંમેશા મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું અને ટીમ માટે મેચ જીતવાનું રહ્યું છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે. સ્પોર્ટ્સ, નોલેજ, બિઝનેસ, નેશનલ અને ઈન્ટરનેશનલ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે. આ ઉપરાંત કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કરેલું છે. હાલમાં Zee 24 કલાકમાં

...और पढ़ें

Trending news