'ખરાબ પ્રદર્શન સહન નથી...' IPL પહેલા ગિલક્રિસ્ટે દિલ્હી કેપિટલ્સના સ્ટાર બેટ્સમેનને આપી ચેતવણી

Adam Gilchrist Jake Fraser McGurk: ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે ચેતવણી આપી છે કે, જો જેક ફ્રેઝર-મેકગર્ક IPLની શરૂઆતમાં સારું પ્રદર્શન નહીં કરે તો તેને દિલ્હી કેપિટલ્સમાં બેન્ચ પર બેસવું પડી શકે છે. તેમણે કહ્યું કે, IPL ફ્રેન્ચાઇઝી ખરાબ ફોર્મને લાંબા સમય સુધી સહન કરતી નથી.

'ખરાબ પ્રદર્શન સહન નથી...' IPL પહેલા ગિલક્રિસ્ટે દિલ્હી કેપિટલ્સના સ્ટાર બેટ્સમેનને આપી ચેતવણી

Adam Gilchrist Jake Fraser McGurk: ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર-બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે 22 વર્ષના વિસ્ફોટક બેટ્સમેન જેક ફ્રેઝર-મેકગર્કને ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે, જો આ બેટ્સમેન આગામી આઈપીએલમાં સારું પ્રદર્શન નહીં કરે તો તેને બેન્ચ પર બેસીને સિઝન પસાર કરવી પડી શકે છે. નોંધનીય છે કે, IPL 2025 22 માર્ચથી શરૂ થઈ રહી છે, જેમાં પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થશે. બીજી તરફ બીજા દિવસે ટુર્નામેન્ટની કટ્ટર હરીફ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો સાંજની મેચમાં સામ-સામે ટકરાશે.

ગિલક્રિસ્ટે આપ્યું એલર્ટ 
એડમ ગિલક્રિસ્ટે ચેતવણી આપી છે કે, જો જેક ફ્રેઝર-મેકગર્ક IPLમાં ટૂંક સમયમાં સારું પ્રદર્શન નહીં કરે તો તેને દિલ્હી કેપિટલ્સમાં બેન્ચ પર બેસવું પડી શકે છે. તેમણે કહ્યું કે, IPL ફ્રેન્ચાઇઝી ખરાબ ફોર્મને લાંબા સમય સુધી સહન કરતી નથી. ગયા વર્ષે ફ્રેઝર-મેકગર્કને ઈજાગ્રસ્ત ખેલાડીની જગ્યાએ દિલ્હી કેપિટલ્સ દ્વારા ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેની પ્રથમ IPLમાં તેણે નવ ઇનિંગ્સમાં 330 રન બનાવ્યા હતા, જેમાં 4 અડધી સદી સામેલ હતી. તેનો સ્ટ્રાઈક રેટ 234.04 હતી, જે ટૂર્નામેન્ટમાં બીજા ક્રમે હતો.

દિલ્હીએ કર્યો RTMનો ઉપયોગ 
જો કે, દિલ્હી કેપિટલ્સે જેક ફ્રેઝર-મેકગર્કને રિટેન કર્યો ન હતો, પરંતુ તેને 'રાઈટ ટુ મેચ' કાર્ડનો ઉપયોગ કરીને રૂ. 9 કરોડમાં હરાજીમાં પાછો ખરીદ્યો હતો. પરંતુ છેલ્લા એક વર્ષમાં ફ્રેઝર-મેકગર્કનું T20 આંતરરાષ્ટ્રીય પ્રદર્શન ઘટ્યું છે. છેલ્લી 24 ઇનિંગ્સમાં તેણે માત્ર 382 રન બનાવ્યા છે, જેની એવરેજ 15.91 અને સ્ટ્રાઇક રેટ 136.91 છે.

'નિષ્ફળતા સહન કરી શકાતી નથી...'
ગિલક્રિસ્ટે ફોક્સ ક્રિકેટ સાથેની વાતચીતમાં કહ્યું કે, 'દિલ્હીએ તેના પર વિશ્વાસ દર્શાવ્યો છે, પરંતુ તેણે સારા પ્રદર્શનથી તેની કિંમત ચૂકવવી પડશે. IPLમાં ફ્રેન્ચાઇઝી, માલિકો અને કોચ લાંબા સમય સુધી નિષ્ફળતાને સહન કરતા નથી. જો તમે ટૂર્નામેન્ટની શરૂઆત સારી રીતે કરો છો, તો તમને આગળ રહેવાનો સમય મળે છે. ફ્રેઝર-મેકગર્કે શરૂઆતથી જ સારું પ્રદર્શન કરવું પડશે જેથી તે ટીમ માટે ઉપયોગી સાબિત થઈ શકે.

ગિલક્રિસ્ટને આશા છે કે, ફ્રેઝર-મેકગર્ક અરુણ જેટલી સ્ટેડિયમની સપાટ પીચ અને શોર્ટ બાઉન્ડ્રી પર સારી રીતે રમી શકશે. જો કે, તેઓ શરૂઆતમાં વધુ આક્રમક રીતે રમવાનો પ્રયાસ ન કરે. ગિલક્રિસ્ટે કહ્યું કે, 'ગયા વર્ષે આ વિકેટ હાઈ સ્કોરિંગ મેચ માટે પ્રખ્યાત હતી. તેમને તમામ તકો ઉપલબ્ધ થશે, હવે આ તકોનો યોગ્ય લાભ લેવો તે તેમના પર નિર્ભર છે. તે સંતુલિત માનસિકતા ધરાવતો ખેલાડી છે, પરંતુ તે જરૂરી છે કે તે પોતાની રમત પર નિયંત્રણ જાળવી રાખે અને ઉતાવળ કર્યા વિના પોતાની કુશળતાનો સારો ઉપયોગ કરે. હું તેને રમતા જોવા માટે હંમેશા ઉત્સાહિત છું અને આશા રાખું છું કે તે લાંબી ઇનિંગ્સ રમી શકે.

24 માર્ચે દિલ્હીની પ્રથમ મેચ
IPLની 18મી સીઝન 22 માર્ચથી શરૂ થશે, જ્યાં પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. દિલ્હી કેપિટલ્સ તેમની પ્રથમ મેચ 24 માર્ચે ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ વિશાખાપટ્ટનમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news