નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે (ACB) વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ શહઝાદનો કરાર અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. શહઝાદ વિરુદ્ધ આ કાર્યવાહી અફઘાનિસ્તાન બોર્ડની આચાર સંહિતાના ઉલ્લંઘનને કારણે કરવામાં આવી છે. શહઝાદે દેશથી બહાર જતાં પહેલા ક્રિકેટ બોર્ડની મંજૂરી લીધી ન હતી. બોર્ડની નીતિ અનુસાર દેશથી બહાર જવા માટે કોઈપણ અધિકારીએ એસીબીની મંજૂરી લેવાની હોય છે. શહઝાદે બોર્ડની નીતિનો વારં-વાર ભંગ કર્યો છે. 


આવું પ્રથમ વાર નથી, જ્યારે શહઝાદે બોર્ડની નીતિ વિરુદ્ધ કામ કર્યું છે. 2018મા તેણે પ્રોફેશનલ ટૂર્નામેન્ટ રમવા માટે બોર્ડની આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. અફઘાન બોર્ડે કહ્યું કે, મોહમ્મદ શહઝાદે પ્રથમ પણ એસીબી આચાર સંહિતાનો ભંગ કર્યો છે. હાલમાં તેને એસીબીની અનુશાસન સમિતિ દ્વારા આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ-2019 દરમિયાન અનુશાસનાત્મક મામલાના સંબંધમાં પૂછપકરછ માટે બોલાવવામાં આવ્યા હતા. મોહમ્મદ શહઝાદે 20 અને 25 જુલાઈએ અનુશાસન સમિતિની બેઠકોમાં ભાગ લીધો નહતો. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર