અફગાનિસ્તાનના કેપ્ટનની ચેતવણી, વિશ્વકપ માટે અમે તમામ ટીમોનો સામનો કરવા તૈયાર
અફગાનિસ્તાને એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરીને તમામના દિલ જીત્યા હતા. તેણે શ્રીલંકા અને બાંગ્લાદેશને હરાવ્યું હતું. ભારત સાથે મેચ ટાઈ કરી હતી.
નવી દિલ્હીઃ એશિયા કપ પહેલા અફગાનિસ્તાનના કેપ્ટન અસગર અફગાને પોતાની ટીમથી ચેતવતા કહ્યું હતું કે, અમે એશિયા કપમાં માત્ર મેચ રમવા જતા નથી પરંતુ કંઈક મેળવવા જઈ રહ્યાં છીએ. ભલે અફગાનિસ્તાનની ટીમ એશિયા કપના ફાઇનલ માટે ક્વોલિફાઇ ન કરી શકી પરંતુ તેણે તે વાતનો ઈશારો જરૂર કરી દીધો છે કે 2019ના વિશ્વકપ માટે અફગાનિસ્તાનથી બીજી ટીમોએ સાવધાન રહેવું પડશે.
ભારત વિરુદ્ધ મેચમાં હારેલી બાજી ટાઈમાં પલટીને અફગાનિસ્તાનની ટીમ દેખાડ્યું કે, પોતાની ટીમના સ્તરમાં સતત સુધારો થઈ રહ્યો છે. અફગાનિસ્તાને લીગ રાઉન્ડમાં શ્રીલંકાને 91 અને બાંગ્લાદેશને 136 રનથી પરાજય આપ્યો હતો. જ્યારે સુપર ફોરમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વિરુદ્ધ અંતિમ ઓવરમાં હાર્યું હતું.
અફગાનિસ્તાનના પ્રદર્શને 2019માં ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપ માટે બીજી ટીમોને ચેતવણી આપી દીધી છે. કેપ્ટન અસગરે પણ કહ્યું, અમે પોતાને શાંત રાખી શકીએ અને સારૂ પ્રદર્શન કરી શકીએ છીએ. યાદ રાખો એશિયા કપમાં અમારૂ પ્રદર્શન વિશ્વકપ માટે ચેતવણી છે.
અફગાનિસ્તનમાં ક્રિકેટનો ઉદય કોઈ પરીકથાની જેમ છે. 1978માં રૂસે તેના દેશમાં ઘુષણખોરી કર્યા બાદ લાખો લોકોને શરણાર્થી કેમ્પમાં રહેવું પડ્યું હતું. આ કેમ્પ પાકિસ્તાનની સરહદે બન્યા હતા અને પાકિસ્તાન પાસેથી તેણે ક્રિકેટના ગુણ શિખ્યા હતા. એકવાર રમત શિખ્યા બાદ અફગાનિસ્તાન 2009થી સતત ક્રિકેટમાં આગળ વધી રહ્યું છે. એક વર્ષ બાદ અફગાનિસ્તાને ટી-20 વિશ્વકપમાં પર્દાપણ કર્યું અને 2015માં પ્રથમ વિશ્વકપ રમ્યો હતો. જૂનિયર વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડમાં અફગાનિસ્તાનની ટીમ સેમિફાઇનલ સુધી પહોંચી હતી. મલેશિયામાં તેમણે જૂનિયર એશિયા કપ જીત્યો હતો. તેમાં ભારત અને પાકિસ્તાનની ટીમ પણ હતી.
કેપ્ટન અસગરને વિશ્વાસ છે કે, તેની ટીમ મોટી અન્ય ટીમોને હરાવવામાં સફળ થશે. તેણે કહ્યું, 'હું માત્ર તે ઈચ્છું છું કે અમે મોટી ટીમના સ્તરનું ક્રિકેટમાં પ્રદર્શન કરીએ.' અસગરની પ્રથમ મુખ્ય ટૂર્નામેન્ટ 2010માં કેરેબિયનમાં ટી-20 વર્લ્ડ ચેમ્પિયનશિપ હતી, પરંતુ અસગર કહે છે કે, અંતે તો જીત જ મહત્વની છે. મોટી ટૂર્નામેન્ટમાં અફગાનિસ્તાનની ભાગીદારીએ તેને મોટી ટીમ સાથે રમવાનો અનુભવ આવ્યો છે. આજે તેની પાસે રાશિદ ખાન જેવો સુપરસ્ટાર છે. તેણે 44 વનડે મેચમાં 100 વિકેટ ઝડપી છે.