નવી દિલ્હીઃ બોલીવુડ સ્ટાર અક્ષય કુમારે આઈપીએલ 2024 પ્લેઓફને લઈને ભવિષ્યવાણી કરી છે. અક્ષયે પોતાની ચાર પસંદગીની ટીમના નામ જણાવ્યા છે, જે 17મી સીઝનના પ્લેઓફમાં એન્ટ્રી કરી શકે છે. તેના લિસ્ટમાં ચેન્નઈ સુપર કિંગ્સ નથી. સીએસકે ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ચેન્નઈએ પાછલા વર્ષે ગુજરાત ટાઈટન્સને હરાવી પાંચમી ટ્રોફી જીતી હતી. અક્ષય આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'નું પ્રમોશન કરી રહ્યો છે, જેમાં તેની સાથે ટાઈગર શ્રોફ પણ જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અક્ષય અને ટાઇગરે સ્ટાર સ્પોર્ટ્સ પર પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણની સાથે વાતચીતમાં પ્લેઓફની પસંદગીની ટીમનો ખુલાસો કર્યો છે. અક્ષયે કહ્યુ- મને લાગે છે કે પંજાબ કિંગ્સ (પીબીકેએસ), રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (આરસીબી), દિલ્હી કેપિટલ્સ (ડીસી) અને મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં જશે. ઇરફાને અક્ષયને પૂછ્યુ કે તમારા લિસ્ટમાં સીએસકે નથી? તેના પર અક્ષયે કહ્યુ- અત્યારે નહીં. તો ટાઇગરની પસંદગીની પ્લેઓફ ટીમો- મુંબઈ, ચેન્નઈ, આરસીબી અને કોલકત્તા નાઇટ રાઇડર્સ છે. 



અક્ષય દ્વારા સીએસકેનું પત્તું કાપવા પર ક્રિકેટ ફેન્સ ખુબ રિએક્શન આપી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું- અક્ષયે જે ટીમોનું નામ લીધુ છે, તે બધી પોઈન્ટ ટેબલમાં નીચેથી ટોપ-4માં રહેશે. બીજાએ કોમેન્ટ કરી- તેમ લાગે છે કે અક્ષય સરે જે ટીમોના નામ યાદ આવ્યા, તેનો ઉલ્લેખ કરી દીધો. ત્રીજાએ લખ્યું- કંઈક વિચારો અક્ષય ભાઈ. ટોપ પર રહેનારી ચાર ટીમો વિશે પૂછવામાં આવ્યું છે. અન્યએ લખ્યું- લાગે છે કે અક્ષય કુમાર આઈપીએલ જોઈ રહ્યાં નથી.