ગુજરાતી ન્યૂઝSports6, 4, 4, 6, 6...RCBના ખેલાડીની બેટિંગથી અબૂ ધાબીમાં તોફાન! બોલરને ધોળા દિવસે દેખાયા તારા

6, 4, 4, 6, 6...RCBના ખેલાડીની બેટિંગથી અબૂ ધાબીમાં તોફાન! બોલરને ધોળા દિવસે દેખાયા 'તારા'

MI Emirates vs Abu Dhabi Knight Riders Romario Shepherd: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 શરૂ થવામાં હજુ બે મહિના બાકી છે. તે પહેલા વિશ્વના વિવિધ ભાગોમાં T20 લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ આફ્રિકામાં SA20 અને UAEમાં ઈન્ટરનેશનલ લીગ T20નો રોમાંચ છે.

6, 4, 4, 6, 6...RCBના ખેલાડીની બેટિંગથી અબૂ ધાબીમાં તોફાન! બોલરને ધોળા દિવસે દેખાયા 'તારા'

MI Emirates vs Abu Dhabi Knight Riders Romario Shepherd: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 શરૂ થવામાં હજુ બે મહિના બાકી છે. તે પહેલા વિશ્વના વિવિધ ભાગોમાં T20 લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ આફ્રિકામાં SA20 અને UAEમાં ઈન્ટરનેશનલ લીગ T20નો રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈન્ટરનેશનલ લીગ T20ની 14મી મેચમાં વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર રોમારિયો શેફર્ડે પોતાની બેટિંગથી તબાહી મચાવી હતી. તેમણે વિસ્ફોટક બેટિંગ કરીને ટીમને જીત સુધી પહોંચાડી હતી. શેફર્ડને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ ઓલરાઉન્ડરને IPL મેગા ઓક્શન 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ 1.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે MI 
મંગળવારે અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક મેચમાં MI એમિરેટ્સે અબુ ધાબી નાઈટ રાઈડર્સને 28 રનથી હરાવ્યું હતું. રોમારિયો શેફર્ડ અને નિકોલસ પૂરન જેવા ખેલાડીઓના શાનદાર પ્રદર્શનને કારણે MI અમીરાત ટોચની ટીમમાંથી માત્ર બે પોઈન્ટના અંતર સુધી પહોંચવામાં સફળ રહી. પોઈન્ટ ટેબલમાં MI ટીમ 5 મેચમાં 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ડેઝર્ટ વાઇપર્સ આટલી મેચોમાં 8 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે.

Add Zee News as a Preferred Source

— MI Emirates (@MIEmirates) January 21, 2025

અલી ખાનની જોરદાર પીટાઈ
MIની બેટિંગની છેલ્લી ઓવરમાં રોમારિયો શેફર્ડે તોફાન સર્જ્યું હતું. તેણે નાઈટરાઈડર્સના બોલર અલી ખાનની બોલિંગમાં વિસ્ફોટક બેટિંગ કરીને ધોઈ નાંખ્યો હતો. 20મી ઓવરમાં અકીલ હુસૈને અલી ખાનના પહેલા બોલ પર એક રન લીધો હતો. પછી શેફર્ડે બીજા બોલ પર સિક્સર ફટકારી. તેણે ત્રીજા અને ચોથા બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. તે ત્યાં અટક્યો નહીં. તેણે છેલ્લા બે બોલ પર સિક્સર ફટકારી અને 20 ઓવરમાં 6 વિકેટે 186 રનના સ્કોર સુધી MIને પહોંચાડ્યું.

292.31ના સ્ટ્રાઈક રેટથી શેફર્ડે બનાવ્યા રન
એમઆઈ અમીરાત તરફથી કેપ્ટન નિકોલસ પૂરને 26 બોલમાં 49 રન બનાવ્યા હતા. મોહમ્મદ વસીમે 35 બોલમાં 38 રન અને કુસલ પરેરાએ 20 બોલમાં 23 રન બનાવ્યા હતા. શેફર્ડે છેલ્લી ઓવરોમાં તોફાની બેટિંગ કરી અને ટીમને પડકારજનક લક્ષ્યાંક સુધી પહોંચાડી. શેફર્ડે 13 બોલમાં 38 રન બનાવ્યા હતા. જેમાંથી અલી ખાને માત્ર 5 બોલમાં 26 રન બનાવ્યા હતા. શેફર્ડે પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 292.31 હતો.

રસેલ જીતાડી શક્યો નહોતો મેચ
187 રનના લક્ષ્યાંક સામે ડેઝર્ટ વાઇપર્સ ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 158 રન જ બનાવી શકી હતી. આન્દ્રે રસેલે 23 બોલમાં અણનમ 37 રન બનાવ્યા હતા. તેણે 3 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. એન્ડ્રેસ ગસે 34 બોલમાં 34 અને કાયલ મેયર્સે 14 બોલમાં 22 રન બનાવ્યા હતા. એમઆઈ અમીરાત તરફથી અલ્ઝારી જોસેફ અને રોમારીયો શેફર્ડે 2-2 વિકેટ લીધી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news