અમિતાભ બચ્ચને માંગી માફી, મહિલા ટીમ ઇન્ડીયાને શુભેચ્છા પાઠવવામાં કરી હતી મોટી ભૂલ

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને ભારતીય મહિલા ક્રિકેટ ટીમને શુભેચ્છા પાઠવી, પરંતુ આ શુભેચ્છા પાઠવતી વખતે તેમનાથી મોટી ચૂક થઇ ગઇ. જો કે બીગ બીએ રવિવારે (11 માર્ચ 2018)ના રોજ મહિલા ટીમ ઇન્ડીયાના એક ફોટોના પોતાના ફોટા સાથે ટ્વિટ કરતાં તેમને શુભેચ્છા પાઠવી હતી. તેમણે આફ્રિકા વિરૂદ્ધ મળેલી જીતને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મળેલી જીત ગણાવતાં મહિલા ટીમને શુભેચ્છા પાઠવી હતી. 

અમિતાભ બચ્ચને માંગી માફી, મહિલા ટીમ ઇન્ડીયાને શુભેચ્છા પાઠવવામાં કરી હતી મોટી ભૂલ

નવી દિલ્હી: બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને ભારતીય મહિલા ક્રિકેટ ટીમને શુભેચ્છા પાઠવી, પરંતુ આ શુભેચ્છા પાઠવતી વખતે તેમનાથી મોટી ચૂક થઇ ગઇ. જો કે બીગ બીએ રવિવારે (11 માર્ચ 2018)ના રોજ મહિલા ટીમ ઇન્ડીયાના એક ફોટોના પોતાના ફોટા સાથે ટ્વિટ કરતાં તેમને શુભેચ્છા પાઠવી હતી. તેમણે આફ્રિકા વિરૂદ્ધ મળેલી જીતને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મળેલી જીત ગણાવતાં મહિલા ટીમને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જે ફોટો પોસ્ટ કર્યો, તે ફોટો મહિલા ટીમ ઇન્ડીયાને આફ્રિકામાં મળેલી જીત બાદનો હતો, ના ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મળેલી જીતનો. ત્યારબાદ લોકોએ તેમને ભૂલનો અહેસાસ કરાવ્યો. ભૂલનો અહેસાસ થતાં અમિતાભ બચ્ચને માફી પણ માંગી હતી. 

તમને જણાવી દઇએ કે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મહિલા ટીમ ઇન્ડીયાની સીરીઝ સોમવાર 12 માર્ચથી શરૂ થશે. બધી મેચથી શરૂ થશે. બીજી મેચ 15 માર્ચના રોજ અને ત્રીજી મેચ 18 માર્ચના રોજ થશે. 

અમિતાભ બચ્ચને પોતાના જૂના ટ્વિટને રિટ્વિટ કરતાં લખ્યું કે-માફી..પોસ્ટમાં ઓસ્ટ્રેલિયાના બદલે દક્ષિણ આફ્રીકા વાંચવામાં આવે. 

— Amitabh Bachchan (@SrBachchan) March 11, 2018

તમને જણાવી દઇએ કે અમિતાભ બચ્ચને ટ્વિટ કરતાં લખ્યું કે ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ આ ઐતિહાસિક જીત માટે શુભેચ્છા ટીમ ઇન્ડીયા. ભારતીય ટીમે બેટીંગ, ફીલ્ડિંગમાં જોરદાર પ્રદર્શન કર્યું. ખાસકરીને જેમિમા રોડ્રિગ્ઝ્ની બાઉંડ્રી પર જોરદાર કેચ કર્યો. તમારા પર અમને ગર્વ છે. 

— Amitabh Bachchan (@SrBachchan) March 11, 2018

અમિતાભ બચ્ચને ટ્વિટ પર પહેલાં તો લોકોએ પણ શુભેચ્છા આપવાનું શરૂ કર્યું. પરંતુ ત્યારબાદ કેટલાક લોકોએ તેમને તેમની ભૂલ તરફ ધ્યાન દોર્યું. લોકોએ કહ્યું કે આ ફોટો ઓસ્ટ્રેલિયા નહી આફ્રીકા સીરીઝનો છો. 

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મહિલા ટીમ ઇન્ડીયાએ દક્ષિણ આફ્રીકાને તેના ઘરમાં વનડે અને ટી20 સીરીઝમાં હરાવ્યું હતું. બંનેમાં મિતાલી રાજ, સ્મૃતિ મંઘાનાનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું. આ સીરીઝમાં ટીમ ઇન્ડીયાની ફાસ્ટ બોલર ઝૂલન ગોસ્વામી 200 વિકેટ લેનાર દુનિયાની પ્રથમ મહિલા ખેલાડી બની હતી. ઓસ્ટ્રેલિયાની સાથે ભારતીય મહિલા ટીમના વનડે મેચોની શરૂઆત 12 માર્ચથી વડોદરામાં થશે. આ સીરીઝ 3 મેચોની હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news