CWG 2018 : 15 વર્ષના અનીશે જીતાડ્યો ગોલ્ડમેડલ, બનાવ્યો નવો રેકોર્ડ

અનીશ ભનવાલાએ કોમનવેલ્થ ગેમ્સમાં પદાર્પણ સાથે જ ગોલ્ડમેડલ જીતી લીધો છે

CWG 2018 : 15 વર્ષના અનીશે જીતાડ્યો ગોલ્ડમેડલ, બનાવ્યો નવો રેકોર્ડ

ગોલ્ડકોસ્ટ : ભારતના યુવાન શૂટર અનીશ ભાનવાલે કોમનવેલ્થ ગેમ્સના નવમા દિવસે પુરુષો માટેની 25 મીટર રેપિડ ફાયર પિસ્ટલ સ્પર્ધામાં ગોલ્ડમેડલ જીતી લોધો છે. અનીશે કોમનવેલ્થમાં પરાર્પણ સાથે જ ગોલ્ડમેડલ જીતી લીધો હતો અને રમતમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ જીત સાથે જ ભારતમા ખાતામાં 16મો ગોલ્ડમેડલ આવી ગયો છે. 

ભારતના 15 વર્ષના શૂટર અનીશે કુલ 30 અંક મેળવીને આ ગોલ્ડ જીત્યો છે. તેણે 2014માં ગ્લાસ્ગોમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયાના ડેવિડ ચાપમાને બનાવેલા રેકોર્ડને તોડી નાખ્યો છે. આ સ્પર્ધામાં નીરજકુમારને નિષ્ફળતા મળી હતી અને તેણે પાંચમું સ્થાન મેળવ્યું હતું. 

— Virender Sehwag (@virendersehwag) April 13, 2018

આ સાથે જ અનીશ દેશ માટે સૌથી નાની વયે ગોલ્ડ જીતનાર ખેલાડી બની ગયો છે. તેણે મનુ ભાકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મનુએ આ જ ગેમ્સમાં 16 વર્ષની વયે ગોલ્ડ જીતવાની સિદ્ધિ મેળવી હતી. તેની પહેલાં તેજસ્વિની સાવંતે ગોલ્ડમેડલ જીત્યો હતો. 

✔️ Debut CWG
✔️ Set Games record
✔️ India's youngest Gold medalist at CWG 👏

OGQ is very proud to support Anish!

Congratulations to @OfficialNRAI @Media_SAI Excellent work! pic.twitter.com/MhtSGbfZuR

— OGQ (@OGQ_India) April 13, 2018

આ પહેલાં અનીશ અને નીરજે પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્ટલ સ્પર્ધાના ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. અનીશે ક્વોલિફિકેશનમાં પહેલું સ્થાન મેળવ્યું હતું અને નીરજે બીજું. અનીશે પહેલા સ્ટેજમાં 98,98,90ના સ્કોર સાથે 286 અંક મેળવ્યા જ્યારે બીજા સ્ટેજમાં તેણે 99, 99, 96નો સ્કોર કરીને 294 હાંસિલ કરીને કુલ 580નો સ્કોર મેળવ્યો હતો. 

નીરજે સ્ટેજ 1માં 97, 100 અને 94નો સ્કોર કર્યો. તેણે બીજા સ્ટેજમાં 98, 98, 92નો સ્કોર કરીને 298 અંક મેળવ્યા અને કુલ 579 અંક સાથે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news