કંઈક તો ગડબડ છે...વિરાટના રિટાયરમેન્ટ પર અનુષ્કાની બીજી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ
Anushka Sharma : વિરાટ કોહલીને નિવૃત્તિ લીધાને બે દિવસ થઈ ગયા છે, પરંતુ તેની નિવૃત્તિની ચર્ચાઓ અટકવાનું નામ નથી લઈ રહી. કોહલીની નિવૃત્તિ પર પત્ની અનુષ્કા શર્માએ ભાવનાત્મક પોસ્ટ મૂકી હતી, હવે બીજી એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીએ માહોલ વધુ ગરમ કર્યો છે. એ સ્પષ્ટ છે કે વિરાટની નિવૃત્તિથી માત્ર તેના ચાહકો જ નહીં પરંતુ અનુષ્કા પણ દુઃખી છે.
Trending Photos
Anushka Sharma : 12 મેના રોજ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ વાતને બે દિવસ થઈ ગયા છે, છતાં તેની નિવૃત્તિની ચર્ચાઓ સતત થઈ રહી છે. ત્યારે અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર ફરી એક પોસ્ટ મુકી છે, જેના કારણે ચર્ચાઓને વેગ મળ્યો છે. વિરાટની નિવૃત્તિ હજુ પણ સવાલોથી ઘેરાયેલી છે. વિરાટના નિવૃત્તિથી તેના ચાહકો જ નહીં, પરંતુ અનુષ્કા પણ ખૂબ જ દુઃખી છે. એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે વિરાટ કોહલી માટે એક ડીપ પોસ્ટ પોસ્ટ કરી, જે અનુષ્કા શર્માએ તેની સ્ટોરીમાં શેર કરી છે.
વરુણ ગ્રોવરે વિરાટ કોહલી વિશે એક લાંબી પોસ્ટ લખી. આ પોસ્ટમાં તેમણે ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીનું મહત્વ સમજાવ્યું છે. અનુષ્કા શર્માએ આ પોસ્ટમાંથી ફક્ત એક જ પેજ ઉપાડ્યું છે, જેમાં લખ્યું છે કે, 'એટલા માટે જ ટેસ્ટ ક્રિકેટમાં તેઓ જ સફળ થયા જેમની પાસે કહેવા માટે કોઈ કહાની હતી. એક લાંબી કહાની જે ભીની, સૂકી, દેશી, વિદેશી દરેક પીચ પર લખ્યા પછી પણ ખતમ થતી નથી.'
ટેસ્ટ ક્રિકેટ શું છે ?
ગ્રોવરે પોતાની પોસ્ટમાં લખ્યું, 'ટેસ્ટ ક્રિકેટ અન્ય રમતોથી અલગ છે. કારણ કે આ એક કહાનીનો ખેલ છે. 4 ઇનિંગ્સ, 5 દિવસ અને 22 સ્પેશિયાલિસ્ટ, દરરોજ બદલાતું હવામાન, ક્યારેક દિવસમાં ત્રણ વખત બદલાતું હવામાન, હવામાં ભેજ, પીચની સ્થિતિ, સિક્કા પર લખેલું ભાગ્ય અને દરેક ક્ષણે બદલાતી માનસિક શક્યતાઓ. ભલે દરેક રમત જીવનના કોઈને કોઈ પાસાંનો પર્યાય હોય, પરંતુ ટેસ્ટ ક્રિકેટ ખરેખર એક નવલકથા જેવું છે. એક જ શાહીમાં ઘણી શૈલીઓ સમાયેલી છે.
અનુષ્કાએ નિવૃત્તિ પર પણ પોસ્ટ કરી હતી
વિરાટની નિવૃત્તિ બાદ અનુષ્કા શર્માએ એક ભાવનાત્મક પોસ્ટ લખી હતી. આમાં તેણે લખ્યું, 'તેઓ રેકોર્ડ્સ અને માઇલસ્ટોન્સ વિશે વાત કરશે.' પરંતુ મને એ આંસુ હંમેશા યાદ રહેશે જે તમે ક્યારેય નથી બતાવ્યા, એ સંઘર્ષ જે કોઈએ જોયો નથી અને રમતના આ ફોર્મેટને આપેલો એ અતૂટ પ્રેમ. મને ખબર છે કે આ બધાએ તમારી પાસેથી કેટલું બધું છીનવી લીધું છે.'
અનુષ્કાએ આગળ લખ્યું, 'દરેક ટેસ્ટ શ્રેણી પછી, તમે થોડા સમજદાર, થોડા નમ્ર થઈને પાછા ફર્યા છો. આ બધામાંથી તમને આગળ વધતા જોવું એ મારા માટે લહાવો રહ્યો. મેં હંમેશા કલ્પના કરી હતી કે તમે વાઈટ ડ્રેસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અલગ રીતે નિવૃત્તિ લેશો, પરંતુ તમે હંમેશા તમારા દિલની વાત સાંભળી છે. તો હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે મારા પ્રેમ, તમે આ અલવિદાની દરેક ક્ષણ કમાઈ છે.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે