)
Asia Cup 2025 : એશિયા કપ 2025માં ભારતે પાકિસ્તાનને સાત વિકેટથી હરાવ્યું. મેચમાં પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ કુલદીપ યાદવ અને અક્ષર પટેલની સ્પિન સામે પાકિસ્તાન ફક્ત 127 રન જ બનાવી શક્યું. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 15.5 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો અને ટીમ ઈન્ડિયાએ આ મેચ 7 વિકેટથી જીતી લીધી.
કેપ્ટન સૂર્યકુમાર યાદવે 37 બોલમાં અણનમ 47 રન બનાવ્યા. અભિષેક શર્માએ 13 બોલમાં 31 અને તિલક વર્માએ 31 રન બનાવ્યા. આ મેચમાં, શરૂઆતથી અંત સુધી ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ટીમને કોઈ મહત્વ આપ્યું નહીં. ન તો સૂર્યાએ ટોસ દરમિયાન હાથ મિલાવ્યા કે ન તો ભારતીય ટીમે મેચના અંતે પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવ્યા.
પાકિસ્તાનના રાષ્ટ્રગીતને બદલે વાગ્યું 'જલેબી બેબી'
જ્યારે બંને ટીમો રાષ્ટ્રગીત માટે દુબઈના મેદાન પર એકસાથે હાજર હતી. ત્યારે એક મોટી ભૂલ થઈ. જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા, મેચ પહેલા પાકિસ્તાની ખેલાડીઓ તેમના રાષ્ટ્રગીત માટે તૈયાર થયા કે તરત જ અચાનક ડીજેએ એક મોટી ભૂલ કરી અને જલેબી બેબી ગીત વગાડ્યું, જેનાથી ખેલાડીઓ અને પ્રેક્ષકો બંને ચોંકી ગયા. જો કે, થોડા સમય પછી આ ભૂલ સુધારી લેવામાં આવી અને પાકિસ્તાનનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું.
DJ played Jalebi Baby song on Pakistan National anthem ?#INDvsPAK #BoycottINDvPAK pic.twitter.com/rJBmfvqedI
— ? ? ? ? ? ? ? (@ImHvardhan21) September 14, 2025
આ પહેલી વાર નથી જ્યારે પાકિસ્તાને રાષ્ટ્રગીત અંગે ભૂલ કરી હોય. ચેમ્પિયન્સ ટ્રોફીમાં લાહોરમાં ભૂલથી ભારતનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું, ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ શરમજનક સ્થિતિમાં મુકાયું હતું. આ ઉપરાંત 22 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં ડીજેની ભૂલને કારણે ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીતને બદલે ભારતનું રાષ્ટ્રગીત 'જન ગણ મન' વગાડવામાં આવ્યું હતું.