ક્રિકેટના મેદાન પર આજે ટકરાશે ભારત અને પાકિસ્તાન... જાણો ક્યાં જોઈ શકશો લાઈવ મેચ

દોહામાં રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2025 પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભારત A ગ્રુપ Bમાં પાકિસ્તાન A, UAE અને ઓમાન સાથે છે. આજે આ બંને ટીમો આ ટુર્નામેન્ટમાં પહેલીવાર એકબીજા સામે ટકરાશે. ત્યારે જાણીએ કે તમે આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યારે અને ક્યાં જોઈ શકશો.
 

ક્રિકેટના મેદાન પર આજે ટકરાશે ભારત અને પાકિસ્તાન... જાણો ક્યાં જોઈ શકશો લાઈવ મેચ

ભારત અને પાકિસ્તાન ફરી એકવાર ક્રિકેટના મેદાન પર ટકરાવવા માટે તૈયાર છે. આ વખતે બંને દેશો ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025માં ટકરાશે. ક્રિકેટ ચાહકો 16 નવેમ્બર, રવિવારના રોજ ભારત A અને પાકિસ્તાન શાહીન વચ્ચેની મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગ્રુપ Bની આ મેચ દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે, જે 1:30 વાગ્યે શરૂ થશે.

આ મેચમાં ભારત A માટે વૈભવ સૂર્યવંશી બેટિંગમાં ધમાલ મચાવી શકે છે. 14 વર્ષનો આ ખેલાડી જબરદસ્ત ફોર્મમાં છે. વર્તમાન ટુર્નામેન્ટમાં ભારત Aની પહેલી મેચમાં તેણે 32 બોલમાં સદી ફટકારી હતી. UAE સામેની તે મેચમાં વૈભવે 52 બોલમાં 144 રન બનાવ્યા હતા, જેમાં 15 છગ્ગા અને 11 ચોગ્ગાનો સમાવેશ થાય છે. વૈભવે અગાઉ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં વિસ્ફોટક બેટિંગ કરી હતી. રાજસ્થાન રોયલ્સ (RR) વતી રમતા, તેણે ગુજરાત ટાઇટન્સ (GT) સામે માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી, જે IPLમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી સદી હતી.

Add Zee News as a Preferred Source

IPL સ્ટાર્સથી ભરપૂર ભારતીય ટીમ

ભારતીય ટીમ યુવા IPL પ્રતિભાથી ભરપૂર છે. ટીમમાં ફક્ત બે ખેલાડીઓએ ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું છે. આમાં જીતેશ શર્મા અને રમણદીપ સિંહના નામ શામેલ છે. પ્રિયાંશ આર્ય, નેહલ વઢેરા અને નમન ધીર જેવા ખેલાડીઓ પણ ટીમનો ભાગ છે, જેમણે IPLમાં સારું પ્રદર્શન કર્યું છે.

ઇન્ડિયા A કોચ સુનિલ જોશીએ ચેતવણી આપી છે કે પાકિસ્તાન શાહીન્સની બોલિંગ UAE કરતા ઘણી મજબૂત હશે. પાકિસ્તાની ટીમમાં ફાસ્ટ બોલર નસીમ શાહના નાના ભાઈ ઉબેદ શાહનો સમાવેશ થાય છે. પાકિસ્તાન શાહીન્સના કેપ્ટન ઇરફાન ખાન અત્યાર સુધીમાં નવ ODI રમ્યો છે, પરંતુ તેણે ફક્ત 48 રન બનાવ્યા છે.

ક્યાં જોઈ શકશો લાઈવ મેચ ?

ઇન્ડિયા A અને પાકિસ્તાન શાહીન વચ્ચેની આ બ્લોકબસ્ટર મેચનું લાઇવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ સોની LIV એપ અને તેની વેબસાઇટ પર પણ થશે.

ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025માં કુલ આઠ ટીમો રમી રહી છે. ઇન્ડિયા Aને ગ્રુપ Bમાં યુનાઇટેડ આરબ અમીરાત (UAE), ઓમાન અને પાકિસ્તાન શાહીન સાથે મૂકવામાં આવ્યું છે. ગ્રુપ Aમાં બાંગ્લાદેશ A, હોંગકોંગ, અફઘાનિસ્તાન A અને શ્રીલંકા Aનો સમાવેશ થાય છે. આનો અર્થ એ થયો કે ટુર્નામેન્ટને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે, જેમાં દરેક ગ્રુપમાં ચાર ટીમોનો સમાવેશ થાય છે. ઇન્ડિયા A એ પોતાની પહેલી મેચમાં UAEને 148 રનથી હરાવ્યું. બીજી તરફ પાકિસ્તાન શાહીન્સને ઓમાનને 40 રનથી હરાવ્યું.

ઈન્ડિયા A ની સંપૂર્ણ ટીમ: પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, નેહલ વાઢેરા, નમન ધીર, જીતેશ શર્મા (કેપ્ટન/વિકેટકીપર), રમનદીપ સિંહ, આશુતોષ શર્મા, હર્ષ દુબે, યશ ઠાકુર, ગુર્જપનીત સિંહ, સુયશ શર્મા, વિજયકુમાર વૈશાક, યુદ્ધવીર સિંહ ચરક, અભિષેક પોરેલ અને સૂર્યાંશ શેડગે.

પાકિસ્તાન શાહિન્સ ટીમઃ યાસિર ખાન, મોહમ્મદ નઈમ, મોહમ્મદ ફૈક, માઝ સદાકત, ગાઝી ઘોરી (વિકેટકીપર), ઈરફાન ખાન (કેપ્ટન), સાદ મસૂદ, મુબાસિર ખાન, ઉબેદ શાહ, અહેમદ દાનિયાલ, મોહમ્મદ સલમાન, ખુર્રમ શહજાદ, મુહમ્મદ શહઝાદ, શાહિદ અઝીઝ, અરાફાત મિન્હાસ અને સુફિયાન મુકીમ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે. સ્પોર્ટ્સ, નોલેજ, બિઝનેસ, નેશનલ અને ઈન્ટરનેશનલ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે. આ ઉપરાંત કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કરેલું છે. હાલમાં Zee 24 કલાકમાં

...और पढ़ें

Trending news