)
Asia Cup 2025: એશિયા કપ 2025માં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે 5 વિકેટથી ઐતિહાસિક જીત મેળવી છે. પાકિસ્તાન આખા ટુર્નામેન્ટ દરમિયાન બેઆબરૂ થયું અને આ હાર પછી એશિયા કપની વિદાયમાં પણ બેઆબરૂ થવા તૈયાર છે. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીને ટ્રોફી ચોર પણ કહેવું ખોટું નહીં હોય. ભારતીય ટીમે જીત બાદ નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ પછી નકવીએ હવે એક નવો નાટક રચ્યું છે. તેમણે પોતે જ ભારતને ટ્રોફી આપવાનો આગ્રહ રાખ્યો છે અને હવે એક એવી માંગણી કરી છે જેનાથી નવો વિવાદ ઉભો થવાનો છે.
શું છે નકવીની શરત?
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ મોહસીન નકવીએ કથિત રીતે એશિયા કપ વિજેતા ટીમના મેડલ ભારતીય ટીમને અર્પણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનું કહેવાય છે. પરંતુ, તેમણે આ માટે એક શરત મૂકી છે. તેઓ ઈચ્છે છે જ્યારે "ઔપચારિક સમારોહ" આયોજિત કરવામાં આવે, ત્યારે જ તેઓ ભારતને ટ્રોફી સોંપશે. ક્રિકબઝના એક રિપોર્ટ અનુસાર, નકવીએ એશિયા કપ આયોજકોને પોતાની શરત જણાવી છે. જો કે, આવા કોઈ સમારોહ આયોજિત થવાની સંભાવના ખૂબ જ ઓછી માનવામાં આવે છે.
BCCI ઉઠાવશે આ મુદ્દો
મોહસીન નકવી ભારતના એવોર્ડ સેરેમની બાદ સ્ટેડિયમ છોડીને ચાલ્યા ગયા. જો કે, આ વિવાદ અટકશે નહીં, પરંતુ BCCIએ નવેમ્બરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવાનું વચન આપ્યું છે. રિપોર્ટ અનુસાર, BCCI મંગળવાર, 30 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં યોજાનાર ACCની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવશે, જે ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.
દરેક મેચમાં હગામો
ભારતે એશિયા કપમાં પાકિસ્તાન સામે ત્રણ મેચ રમી હતી અને ત્રણેય મેચમાં પાકિસ્તાન બેઆબરૂ થયું હતું. દરેક મેચ પછી પાકિસ્તાને કંઈકને કંઈક હગામો મચાવ્યો હતો. ક્યારેક હેન્ડશેક કંટ્રોવર્સી, ક્યારેક પ્લેન ક્રેશ સેલીબ્રેશન અને હવે પાકિસ્તાનના મોહસીન નકવીએ બેશરમીની બધી હદો પાર કરી દીધી છે.