એશિયન ગેમ્સ 2018: બીજા દિવસની શાનદાર શરૂઆત, શૂટર દિપક કુમારે જીત્યો સિલ્વર મેડલ

દિપક એક સમયે ફાઇનલમાં બહાર નિકળવાની તૈયારીમાં હતો, પરંતુ તેણે શાનદાર પ્રદશન કરી તાઇવાનના લૂ શાઓચૂઆનને પાછળ છોડી સિલ્વર મેડલ જીત્યો હતો

Updated By: Aug 20, 2018, 12:14 PM IST
એશિયન ગેમ્સ 2018: બીજા દિવસની શાનદાર શરૂઆત, શૂટર દિપક કુમારે જીત્યો સિલ્વર મેડલ

જકાર્તા: ભારતીય નિશાનેબાજ દિપક કુમારે સોમવારે (20 ઓગસ્ટ) 18માં એશિયન ગેમ્સમાં નિશાનેબાજી પ્રતિયોગીતામાં પુરુષોની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે. જોકે આ સ્પર્ધામાં રવિ કુમાર મેડલ જીતવામાં સફળ રહ્યો નથી. તે સ્પાર્ધામાં ચોથા સ્થાન પર આવ્યો હતો. દિપકે ફાઇનલમાં 247.1 અંક મેળવીને સિલ્વર મેડલ જીતી લીધો છે. આ એશિયાઇ ગેમ્સના બીજા દિવસે ભારતે પ્રથમ મેડલ જીત્યો છે. દિપક કુમારે પહેલીવાર એશિયન ગેમ્સમાં મેડલ જીત્યો છે. આ પહેલા દિપકને ક્વોલિફીકેશનમાં પાંચમુ સ્થાન મળ્યુ હતું. જ્યારે રવિએ ચોથું સ્થાન મેળવ્યું હતું.

આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ ચીનના યાંગ હાઓરાનએ જીત્યો છે. જ્યારે કાંસ્ય શાઓચુઆનને મળ્યો છે.

પાંચમાં સ્થાને રહીને ફાઇનલમાં મેળવી જગ્યા 
આ પહેલા રવિ કુમાર અને દિપક કુમારે સારૂ પ્રદશન કરી પુરુષોની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રવિએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ચોથુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે દિપકે પાંચમું સ્થાન મેળવ્યું હતું. ભારતીય નિશાનેબાજ રવિએ 44 એથલીટોની યાદીમાં 626.7 અંક મેળવી ચોથા સ્થાન પર રહ્યો હતો. દિપક 626.3 અંક મેળવી પાંચમાં સ્થાન પર રહ્યો હતો. આ યાદીમાં ચીનાન યાંગ હાઓરાન 632.9 અંક સાથે પ્રથમ સ્થાન પર રહ્યો હતો. જ્યાં દક્ષિણ કોરિયાનો સોંગ સૂજોએ 629.7 અંક મેળવીને બીજા સ્થાન પર અને ચીનનો હુઇ ઝેંગ 627.2 અંક મેળવી ત્રીજા સ્થાન પર રહ્યો હતો.

પહેલા દિવસે ભારતના ખાતામાં આવ્યો એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ 
ભારત માટે 18માં એશિયાઇ ગેમ્સમાં પ્રથમ દિવસ ઠીક ઠાક રહ્યો હતો. બજરંગ પૂનિયાએ 65 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ વેઇટ લિફ્ટીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો તો ઓલમ્પિકમાં મેડલ જીતનાર સુશીલ કુમાર 74 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ વેઇટ લિંફ્ટીંગ સ્પર્ધાના પ્રથણ રાઉન્ડમાંજ બહાર થઇ ગયો હતો. જ્યારે નિશાને બાજીમાં અપૂર્વ ચંદેલા અને રવિ કુમારે 10 મીટર એર રાઇફલ મિશ્રિત ટીમ સ્પર્ધામાં ભારતને કાંસ્ય મેડલ જીતાડ્યો હતો. પરંતુ યુવા નિશાનેબાજ મનુ ભાકર અને તેના જોડીદાર અભિષેક વર્મા 10 મીટર પિસ્ટલ મિશ્રિત ટીમ સ્પર્ધામાં મેડલ મેળવવામાં અસફળ રહ્યા હતા.