ઓગસ્ટમાં થનારા ભારતના પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા-એ ટીમની જાહેરાત

ઓસ્ટ્રેલિયાએ આ વર્ષે ઓગસ્ટમાં યોજાનારા ઓસ્ટ્રેલિયા-એ ટીમના પ્રવાસ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. 

Updated By: May 30, 2018, 03:41 PM IST
ઓગસ્ટમાં થનારા ભારતના પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા-એ ટીમની જાહેરાત
ફાઇલ ફોટો

મેલબોર્નઃ ઓલરાઉન્ડર મિશેલ માર્શને આ વર્ષે ભારતના પ્રવાસે આવનારી ઓસ્ટ્રેલિયા એ ટીમનો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે. જે ચાર દિવસીય મેચોની આગેવાની કરશે જ્યારે ટ્રેવિસ હેડ વનડે ટીમનું સુકાન સંભાળશે. 

ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રિકોણીય શ્રેણીમાં ભાગ લેશે, જેમાં ભારત અને દક્ષિણ આફ્રિકા એની ટીમ હશે. આ શ્રેણી ઓગસ્ટમાં વિજયવાળામાં રમાશે જ્યારે ત્યારબાદ સપ્ટેમ્બરમાં ચાર દિવસીય મેચ રમાશે. 

માર્શને ભવિષ્યના ટેસ્ટ કેપ્ટનના રૂપમાં જોવામાં આવે છે. તે 14 સભ્યોની ટીમની આગેવાની કરશે. જેમાં એલેક્સ કેરી, એશ્ટન અગર, પીટર હેન્ડ્સકોમ્બ, ટ્રેવિસ બેડ, જોન હોલેન્ડ, ઉસ્માન ખ્વાજા, જોએલ પેરિસ, મૈથ્યૂ રેનશો અને ક્રિસ ટ્રેમેન જેવા ખેલાડી છે. 

પોતાના સમયનો દિગ્ગજ ખેલાડી એડમ ગિલક્રિસ્ટે માર્શને રાષ્ટ્રીય ટીમનો વાઇસ કેપ્ટન બનાવવાની ભલામણ કરી છે, જેની કમાન ટિમ પેનના હાથમાં છે. હવે ભારત એ વિરુદ્ધ સપ્ટેમ્બરમાં વિશાખાપટ્ટનમમાં રમાનારી બે મેચોમાં 26 વર્ષીય માર્શ પાસે પોતાનું નેતૃત્વ કૌશલ દેખાડવાનો મોકો છે. 

ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય પસંદગીકાર ટ્રેવર હોન્સે કહ્યું, અમે ભવિષ્યની ઓસ્ટ્રેલિયાઈ ટીમો માટે નેતૃત્વની શોધમાં છીએ તથા ટ્રેવિસ, મિચ અને એલેક્સ તમામ પ્રભાવશાળી યુવા છે. 

આ પ્રવાસ ઓસ્ટ્રેલિયા માટે પાકિસ્તાન વિરુદ્ધ યૂએઈમાં રમાનારી બે ટેસ્ટ મેચોની શ્રેણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ છે. 

ઓસ્ટ્રેલિયા એ ટીમ (ચાર દિવસીય મેચ માટે): મિશેલ માર્શ (કેપ્ટન), એલેક્સ કેરી (વાઇસ કેપ્ટન), એશ્ટન અગર, બ્રેન્ડન ડોગેટ, પીટર હેન્ડ્સકોમ્બ, ટ્રેવિસ હેડ, જોન હોલેન્ડ, ઉસ્માન ખ્વાજા, માઇકલ નેસર, જોએલ પેરિસ, કર્ટિસ પૈટરસન, મેથ્યૂ રેનશો, મિચ સ્વેપસન, ક્રિસ ટ્રેમેન. 

ઓસ્ટ્રેલિયા એ વનડે ટીમઃ ટ્રેવિસ હેડ (કેપ્ટન), એલેક્સ કેરી (વાઇસ કેપ્ટન), એશ્ટન અગર, પીટર હેન્ડસકોમ્બ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લૈબસચગેન, માઇકલ નેસર, મેથ્યૂ રેનશો, ઝાયે રિચર્જસન, ડાર્સી શોર્ટ, બિલી સ્ટેનલેક, મિચ સ્વેપસન, ક્રિસ ટ્રેમેન, જૈક વાઇલ્ડર્મથ.