ભારત સામેની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા ટીમની જાહેરાત...મિશેલ માર્શ કેપ્ટન, આ ફાસ્ટ બોલરની વાપસી

Australia ODI Squad : મિશેલ સ્ટાર્ક ODI ટીમમાં પાછો ફર્યો છે, જ્યારે અનકેપ્ડ બેટ્સમેન મેથ્યુ રેનશોને ભારત સામેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મિશેલ માર્શ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે પેટ કમિન્સ એશિઝની તૈયારીઓને કારણે ગેરહાજર રહેશે. ભારત ત્રણ ODI અને પાંચ T20I માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે.

ભારત સામેની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા ટીમની જાહેરાત...મિશેલ માર્શ કેપ્ટન, આ ફાસ્ટ બોલરની વાપસી

Australia ODI Squad : 19 ઓક્ટોબરથી ભારત સામેની ત્રણ મેચની ઘરઆંગણેની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની 15 સભ્યોની વનડે ટીમમાં ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક પાછો ફર્યો છે. પેટ કમિન્સ હાલમાં ઉપલબ્ધ ન હોવાથી મિશેલ માર્શ ટીમનું નેતૃત્વ ચાલુ રાખશે.

સ્ટાર્ક ગયા મહિને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. ઓગસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામેની ઘરઆંગણેની ODI શ્રેણીમાં રમ્યો નહોતો. વેસ્ટ ઈન્ડિઝના ટેસ્ટ પ્રવાસમાંથી પાછા ફર્યા બાદ તે પોતાના વર્કલોડનું ખાસ ધ્યાન રાખી રહ્યો છે, જેથી તેની એશિઝ તૈયારીઓ પર અસર ન પડે. તેની છેલ્લી ODI નવેમ્બર 2024માં એડિલેડમાં પાકિસ્તાન સામે હતી.

Add Zee News as a Preferred Source

આ વખતે દક્ષિણ આફ્રિકા સામે 2-1થી શ્રેણીની હાર બાદ ઓસ્ટ્રેલિયન ODI ટીમમાં સામેલ ચાર ખેલાડીઓમાં સ્ટાર્કનો સમાવેશ થાય છે. અન્ય નવા ખેલાડીઓમાં અનકેપ્ડ બેટ્સમેન રેનશો, મેટ શોર્ટ અને મિચ ઓવેનનો સમાવેશ થાય છે.

શોર્ટ હેમસ્ટ્રિંગ સ્ટ્રેનને કારણે છેલ્લી શ્રેણી ચૂકી ગયો હતો. દક્ષિણ આફ્રિકા સામે T20 આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ઓવેનને માથામાં ઈજા થઈ હતી. માર્શ કમિન્સની ગેરહાજરીમાં ODI ટીમનું નેતૃત્વ ચાલુ રાખશે, જે એશિઝની તૈયારી માટે ઈન્જરીમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે.

વનડે ટીમ: મિશેલ માર્શ (કેપ્ટન), ઝેવિયર બાર્ટલેટ, એલેક્સ કેરી, કૂપર કોનોલી, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, મિશેલ ઓવેન, મેથ્યુ રેનશો, મેથ્યુ શોર્ટ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા

ઇન: મિશેલ ઓવેન, મેથ્યુ રેનશો, મેથ્યુ શોર્ટ, મિશેલ સ્ટાર્ક

આઉટ: એરોન હાર્ડી, મેથ્યુ કુહનેમેન, માર્નસ લાબુશેન

પસંદગીકારોએ આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપની તૈયારી માટે પ્રથમ બે T20 આંતરરાષ્ટ્રીય મેચ માટે માર્શની કેપ્ટનશીપ હેઠળ 14 સભ્યોની ટીમની પણ જાહેરાત કરી છે.

એલેક્સ કેરી પર્થમાં ODI શ્રેણીની પ્રથમ મેચ ગુમાવશે. તે એડિલેડ ઓવલ ખાતે ક્વીન્સલેન્ડ સામે શેફિલ્ડ શીલ્ડના બીજા રાઉન્ડમાં રમશે. ન્યુઝીલેન્ડ પ્રવાસને કારણે તે શરૂઆતની મેચ ગુમાવશે. જોશ ઇંગ્લિસ નાની ઇજા બાદ T20 ટીમમાં પરત ફરી રહ્યો છે, જ્યારે નાથન એલિસ તેના પહેલા બાળકના જન્મ પછી ટીમમાં પાછો ફર્યો છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન કાંડામાં ફ્રેક્ચર થવાને કારણે ગ્લેન મેક્સવેલ હજુ પણ ઉપલબ્ધ નથી.

T20 ટીમ (પ્રથમ બે મેચ માટે): મિશેલ માર્શ (કેપ્ટન), સીન એબોટ, ઝેવિયર બાર્ટલેટ, ટિમ ડેવિડ, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, મેથ્યુ કુહનેમેન, મિશેલ ઓવેન, મેથ્યુ શોર્ટ, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝામ્પા

ઇન: નાથન એલિસ, જોશ ઇંગ્લિસ

આઉટ: એલેક્સ કેરી, જોશ ફિલિપ
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે. સ્પોર્ટ્સ, નોલેજ, બિઝનેસ, નેશનલ અને ઈન્ટરનેશનલ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે. આ ઉપરાંત કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કરેલું છે. હાલમાં Zee 24 કલાકમાં

...और पढ़ें

Trending news