AUS OPEN: સોફિયા કેનિન અને મુગૂરુઝા વચ્ચે રમાશે મહિલા સિંગલ્સની ફાઇનલ

બે વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન મુગૂરુઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં હાલેપને 7-6, 7-5થી પરાજય આપ્યો, જ્યારે અમેરિકાની સોફિયા કેનિને વિશ્વની નંબર-1 બાર્ટીને હરાવી અપસેટ સર્જયો હતો. 

AUS OPEN: સોફિયા કેનિન અને મુગૂરુઝા વચ્ચે રમાશે મહિલા સિંગલ્સની ફાઇનલ

મેલબોર્નઃ અમેરિકાની સોફિયા કેનિન અને સ્પેનની ગારબાઇન મુગૂરુઝા વચ્ચે ઓસ્ટ્રેલિયન ઓપનની મહિલા સિંગલ્સની ફાઇનલ રમાશે. મુગૂરુઝાએ વર્લ્ડ નંબર-3 રોમાનિયાની સિમોના હાલેપને હરાવીને વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમના ફાઇનલમાં ગુરૂવારે પ્રવેશ કર્યો હતો. તેની પહેલા કેનિને અપસેટ સર્જતા વિશ્વની નંબર વન ખેલાડી એશલે બાર્ટીને હરાવીને બહાર કરી હતી. 

મુગૂરુઝા અને કેનિન પ્રથમવાર આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. 14મી વરીયતા પ્રાપ્ત કનિનની આ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ હશે. 

બે વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન મુગૂરુઝાએ મહિલા સિંગલના સેમિફાઇનલમાં હાલેપને 7-6, 7-5થી પરાજય આપ્યો હતો. મુગૂરુઝા અઢી વર્ષ બાદ કોઈ ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં પહોંચી છે. સ્પેનિશ ખેલાડીએ બે કલાક પાંચ મિનિટમાં આ મુકાબલો પોતાના નામે કર્યો હતો. મુગૂરુઝાને આ ટૂર્નામેન્ટમાં કોઈ સીડ મળી નહતી. 2014 બાદ આ પ્રથમવાર છે જ્યારે તેને કોઈ ટૂર્નામેન્ટમાં વરીયતા આપવામાં ન આવી હતી. 

— #AusOpen (@AustralianOpen) January 30, 2020

મુગૂરુઝાએ 2016માં ફ્રેન્ચ ઓપન અને 2017માં વિમ્બલ્ડનનું ટાઇટલ જીત્યું હતું. મુગૂરુઝાએ આ જીત બાદ કહ્યું, 'હું વિચારતી નહતી કે હારી જઈએ. એક સમય એવો આવે છે જ્યારે તમારી પાસે તક હોય છે. મને ખ્યાલ હતો કે સિમોનાની વિરુદ્ધ આ મુકાબલો કાંટાનો થશે પરંતુ કોર્ટ પર મારી સંપૂર્ણ ઉર્જા સાથે રમી રહી હતી.'

બાર્ટીએ 1978 બાદ ઓસ્ટ્રેલિયન ઓપનમાં પ્રથમ ઓસ્ટ્રેલિયન વિજેતાની આશા વધારી હતી પરંતુ દરેક સેટમાં બે સેટ પોઈન્ટ બચાવનારી 14મી સીડ કેનિને તેને 7-6 (8/6), 7-5થી હરાવી હતી. મોસ્કોમાં જન્મેલી 21 વર્ષની કેનિને પ્રથમવાર કોઈ ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં જગ્યા બનાવી છે. કેનિને જીત બાદ કહ્યું, 'મારી પાસે કહેવા માટે કોઈ શબ્દ નથી, ઈમાનદારીથી કહું તો મને વિશ્વાસ થઈ રહ્યો નથી. જ્યારે હું પાંચ વર્ષની હતી ત્યારે મેં આમ કરવાનું સપનું જોયું હતું.. અહીં સુધી પહોંચવા માટે મેં ખુબ આકરી મહેનત કરી છે.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news