પોતાના બેટિંગ ઓર્ડરથી ખુશ નથી અક્ષર પટેલ! પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ અચાનક આ નિવેદનથી મચી સનસની

Axar Patel: ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલે કહ્યું છે કે, છઠ્ઠા કે સાતમા નંબર પર બેટિંગ કરવી તેમની પસંદગીની બેટિંગ પોઝિશન નથી. ઓસ્ટ્રેલિયા સામે ચોથી T20I માં ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અક્ષર પટેલે મેચ પછી કહ્યું કે, "મને નથી લાગતું કે છઠ્ઠા કે સાતમા નંબર મારી પસંદગીની બેટિંગ પોઝિશન છે. હું ફક્ત ક્રીઝ પર જાઉં છું અને ટીમની જરૂરિયાતો અનુસાર રમું છું."

પોતાના બેટિંગ ઓર્ડરથી ખુશ નથી અક્ષર પટેલ! પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ અચાનક આ નિવેદનથી મચી સનસની

Axar Patel: સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે ભારતને ઓસ્ટ્રેલિયા સામે ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતે ક્વીન્સલેન્ડમાં રમાયેલી આ મેચમાં કંગારૂ ટીમે  48 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. આ જીતનો હીરો ઓલરાઉન્ડર અક્ષર પટેલ રહ્યો. અક્ષરે બેટ અને બોલ બન્નેથી મહત્વપૂર્ણ યોગદાન આપીને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અક્ષર પટેલને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.

બેટિંગ ઓર્ડરથી ખુશ નથી અક્ષર?
POTM એવોર્ડ મેળવ્યા પછી અક્ષર પટેલે તેમના બેટિંગ ઓર્ડર પ્રત્યે નિરાશા વ્યક્ત કરી. અક્ષર પટેલે કહ્યું કે, "મને નથી લાગતું કે છઠ્ઠો કે સાતમો નંબર મારી પસંદગીનો બેટિંગ ઓર્ડર છે. હું ફક્ત ક્રીઝ પર જાઉં છું અને ટીમની જરૂરિયાતો અનુસાર રમું છું. મારા હિસાબથી બેટ્સમેનની આ જ તાકાત છે." નોંધનીય છે કે, પટેલને આઠમા નંબર પર બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો. તેમણે 11 બોલમાં અણનમ 21 રન બનાવ્યા, જેમાં એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો.

Add Zee News as a Preferred Source

પોતાની બેટિંગ વિશે અક્ષર પટેલે કહ્યું કે, "હું બેટિંગ માટે નીચલા ક્રમમાં ગયો. એટલા માટે મને વિકેટ સમજવાની તક મળી ગઈ હતી. મેં મારા સાથી ખેલાડીઓ સાથે પણ વાત કરી. પિચ ધીમી હતી, પરંતુ અણધારી ઉછાળો હતો. આનાથી બેટિંગ થોડી મુશ્કેલ હતી." પટેલે બોલ સાથે પણ સારું પ્રદર્શન કર્યું અને 4 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ લીધી.

શાનદાર બોલિંગ પર શું કહ્યું?
પોતાની બોલિંગ વિશે પટેલે કહ્યું કે, "હું મારી યોજના અનુસાર બોલિંગ કરી રહ્યો હતો. જો બેટ્સમેન મને લાઈનની નીચે ફટકારવાના હોય, તો હું મિડલ સ્ટમ્પ પર બોલિંગ કરી શકું છું. ગુડ લેન્થ, 5-6 મીટર લેન્થ અને પછી જો વસ્તુઓ મારા અનુકૂલ ન હોય તો હું ફક્ત એક કે બે ફૂલ લેન્થની બોલિંગ કરું છું. વિકેટ-ટુ-વિકેટ બોલિંગ સૌથી મહત્વપૂર્ણ છે. તેનો ફાયદો મને થયો."

મેચની વાત કરીએ તો, પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 167 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા 18.2 ઓવરમાં 119 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતી અને ભારતે 48 રનથી વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ભારતે 5 મેચની T20I સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. પહેલી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી, જ્યારે અંતિમ મેચ 8 નવેમ્બરે રમાશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news