ટીમ ઈન્ડિયામાંથી અક્ષર પટેલ OUT... અચાનક 3 વર્ષ પછી આ ઓલરાઉન્ડરની ખુલ્લી કિસ્મત, જુઓ કોને મળ્યું સ્થાન
India vs South Africa T20: ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અક્ષર પટેલ સાઉથ આફ્રિકા સામેની છેલ્લી બે T20 મેચમાંથી બહાર થઈ ગયો છે. 31 વર્ષીય અક્ષર બીમારીના કારણે ધર્મશાલામાં ત્રીજી મેચ રમી શક્યો ન હતો. આ મેચ ભારતે 7 વિકેટે જીતી લીધી હતી
Trending Photos
)
India vs South Africa T20: ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અક્ષર પટેલ સાઉથ આફ્રિકા સામેની છેલ્લી બે T20માંથી બહાર થઈ ગયો છે. 31 વર્ષીય અક્ષર બીમારીના કારણે ધર્મશાલામાં ત્રીજી મેચ રમી શક્યો ન હતો. આ મેચ ભારતે 7 વિકેટે જીતી લીધી હતી. અક્ષર હવે લખનઉ અને અમદાવાદમાં રમાનાર છેલ્લી બે મેચોમાં પણ રમી શકશે નહીં. તેના સ્થાને ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
3 વર્ષ પછી ટીમ ઈન્ડિયામાં શાહબાઝની વાપસી
શાહબાઝ અહેમદે 3 વર્ષ પછી ભારતીય ટીમમાં વાપસી કરી છે. શાહબાઝ છેલ્લે 4 ડિસેમ્બરે બાંગ્લાદેશ સામે મીરપુરમાં વનડે મેચ રમ્યો હતો. ત્યારબાદ તેને કોઈપણ ફોર્મેટ માટે પસંદ કરવામાં આવ્યો ન હતો. શાહબાઝે છેલ્લી T20 મેચ 7 ઓક્ટોબર 2023ના રોજ એશિયન ગેમ્સ દરમિયાન હાંગઝોઉમાં અફઘાનિસ્તાન સામે રમી હતી. શાહબાઝ અહેમન અત્યાર સુધીમાં 3 વનડેમાં 3 અને 2 T20માં 2 વિકેટ લઈ ચૂક્યો છે.
BCCIએ શું કહ્યું?
BCCIએ જણાવ્યું કે, ''ઓલરાઉન્ડર અક્ષેર પટેલ બીમારીના કારણે સાઉથ આફ્રિકા સામેની બાકીની બે T20 મેચોમાંથી બહાર થઈ ગયો છે. જો કે, તે લખનઉમાં ટીમની સાથે છે, જ્યાં તેનું આગળનું મેડિકલ અસેસમેન્ટ કરવામાં આવશે. મેન્સ સિલેક્શન કમિટીએ લખનઉ અને અમદાવાદમાં રમાનાર T20 મેચો માટે શાહબાઝ અહેમદને તેના સ્થાને ટીમમાં સામેલ કર્યો છે.''
સિરીઝ જીતવા મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા
ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં 2-1થી આગળ છે. ભારતે કટકમાં રમાયેલી પ્રથમ મેચ પોતાના નામે કરી હતી. ત્યારબાદ સાઉથ આફ્રિકાએ ચંડીગઢમાં વાપસી કરી અને સિરીઝને 1-1ની બરાબરી પર લાવી દીધી હતી. જો કે, ધર્મશાલામાં ત્રીજી T20માં ભારત જીત મેળવીને સિરીઝમાં લીડ મેળવી લીધી છે. હવે લખનઉમાં ચોથી મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાની નજર અજેય લીડ હાંસલ કરવા પર રહેશે.
છેલ્લી બે T20 મેચો માટેની ટીમ ઈન્ડિયા
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














