ટીમ ઈન્ડિયા માટે વધુ એક ખરાબ સમાચાર, આ મોટી સિરીઝમાંથી બહાર થઈ શકે છે મેચ વિનર ખેલાડી
IND vs SA : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હાલમાં ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. શુભમન ગિલની ઈજાએ ચાહકો અને મેનેજમેન્ટનું ટેન્શન વધારી દીધું છે. ત્યારે ભારતીય ટીમ માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. એક મેચ વિનર ખેલાડી મહત્વપૂર્ણ સિરીઝ પહેલા ટીમમાંથી બહાર થઈ શકે છે.
Trending Photos
)
IND vs SA : ટીમ ઈન્ડિયા હાલમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ રમી રહી છે. આ દરમિયાન ભારત માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. કેપ્ટન શુભમન ગિલની ઈજાએ પહેલાથી જ ચાહકો અને મેનેજમેન્ટને ચિંતામાં મૂકી દીધા છે. હવેૃ હાર્દિક પંડ્યાની ઈજા અંગે એક ચિંતાજનક અપડેટ સામે આવી છે. પંડ્યાને એશિયા કપ 2025 દરમિયાન ઈજા થઈ હતી. ત્યારથી તે ટીમ ઈન્ડિયામાં પાછો ફરી શક્યો નથી. ત્યારે તે દક્ષિણ આફ્રિકા સામેની ODI અને T20 સિરીઝમાંથી બહાર થવાનો પણ ભય છે.
હાર્દિક પંડ્યા સંપૂર્ણપણે ફિટ નથી
મીડિયા અહેવાલ અનુસાર, ભારતના સુપરસ્ટાર ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સંપૂર્ણપણે ફિટ નથી. પંડ્યા હજુ પણ પીડાથી પીડાઈ રહ્યો છે, જેના કારણે તે દક્ષિણ આફ્રિકા સામેની ODI અને T20 સિરીઝમાંથી બહાર થઈ શકે છે. પંડ્યાની ગેરહાજરીમાં, નીતિશ કુમાર રેડ્ડીને તક મળવાની શક્યતા છે.
જો કે, નીતિશ કુમાર રેડ્ડી ઓસ્ટ્રેલિયામાં મળેલી તકનો લાભ લઈ શક્યો નહોતો. તે ઈજાનો પણ સામનો કરી રહ્યા છે. જો કે, તે પહેલાં દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં નીતિશ રમી શકે છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ નીતિશ કુમાર રેડ્ડીને હાર્દિક પંડ્યાના બેકઅપ તરીકે જુએ છે. તેથી તેઓ તેના વધુ વિશ્વાસ મુકી શકે છે.
ઈંજરીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે પંડ્યા
હાર્દિક પંડ્યા તાજેતરમાં વારંવાર ઈજાની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો છે. 2026 T20 વર્લ્ડ કપ નજીક આવતાની સાથે ભારતીય ટીમની સમસ્યાઓમાં વધારો થયો છે. શિવમ દુબેએ નોંધપાત્ર પ્રભાવ પાડ્યો હોવા છતાં તેણે પણ બોલિંગ વિભાગમાં પંડ્યાનું સ્થાન લીધું નથી. પરિણામે ભારતીય મેનેજમેન્ટે હાર્દિકની ઈજા પર ગંભીરતાથી વિચાર કરવો પડશે. જોકે, ટીમ ઈન્ડિયા હાલમાં ત્રણ અન્ય ફાસ્ટ-બોલિંગ ઓલરાઉન્ડર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેમાં શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી અને રમનદીપ સિંહનો સમાવેશ થાય છે. રમનદીપ હાલમાં ઈન્ડિયા એ માટે રમી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














