IND vs AUS : વરસાદ પહેલા અચાનક કેમ રોકવી પડી મેચ...ગાબ્બામાં એવું તો શું થયું ?
IND vs AUS : બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણીની અંતિમ મેચ રમાઈ રહી છે. આ દરમિયાન અચાનક આ મેચ રોકવી પડી હતી, ત્યારે લોકોના મનમાં સવાલ છે કે અચાનક એવું તો શું થયું કે મેચ રોકવી પડી.
Trending Photos
)
IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની અંતિમ મેચ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની. મેચને અચાનક રોકવાનો નિર્ણય આશ્ચર્યજનક હતો. બંને ટીમો બ્રિસ્બેનના ગાબ્બા સ્ટેડિયમમાં આમને-સામને હતી. જો કે, 4.5 ઓવરની રમત પછી, અમ્પાયરોએ મેચ અટકાવવાનો આદેશ આપ્યો. ત્યારબાદ ગ્રાઉન્ડ સ્ટાફે બધા ખેલાડીઓને ડગઆઉટ છોડીને ડ્રેસિંગ રૂમમાં પાછા ફરવા કહ્યું, જેનાથી બધાનું ટેન્શન વધી ગયું.
ભારત-ઓસ્ટ્રેલિયા મેચ અચાનક કેમ અટકાવવામાં આવી ?
ખરાબ હવામાનને કારણે મેચ અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. અમ્પાયર શોન ક્રેગે આસપાસ નજર નાખી અને તરત જ ખેલાડીઓને પેવેલિયન પાછા ફરવાનો આદેશ આપ્યો. આનું મુખ્ય કારણ એ હતું કે બેકગ્રાઉન્ડમાં વીજળીના ચમકારા દેખાઈ રહ્યા હતા અને હવામાનશાસ્ત્રીઓના રિપોર્ટે બધાને એલર્ટ કર્યા હતા. ત્યારબાદ ગ્રાઉન્ડ સ્ટાફ કવર લગાવવા દોડી ગયો. હવામાન વિભાગની ગંભીર ચેતવણી બાદ મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી.
ફેન્સની સલામતીનું ધ્યાન
ફેન્સની સલામતીનો પણ વિચાર કરવામાં આવ્યો હતો. ખેલાડીઓની સાથે સ્ટેડિયમમાં હાજર ચાહકોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને સ્ટેડિયમના નીચેના ભાગોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા. ચાહકો ઝડપથી ઉપરના ટેરેસ પર દોડી ગયા હતા. બ્રિસ્બેનમાં હવામાન ઘણીવાર આ રીતે બદલાય છે. ઓસ્ટ્રેલિયામાં એવું જોવા મળ્યું છે કે ખરાબ હવામાનને કારણે વરસાદ પહેલા જ મેચ બંધ કરી દેવામાં આવે છે, ખેલાડીઓ અને ચાહકોની સલામતીને પ્રાથમિકતા આપવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














