ICC Awards: બાંગ્લાદેશના વિકેટકીપર-બેટ્સમેન મુશફિકુર રહીમને મળ્યો આઈસીસીનો ખાસ એવોર્ડ

મુશફિકુર રહીમે ત્રણ વનડે મેચોની સિરીઝમાં 79ની શાનદાર એવરેજથી 237 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે એક સદી અને એક અડધી સદી ફટકારી હતી.

 ICC Awards: બાંગ્લાદેશના વિકેટકીપર-બેટ્સમેન મુશફિકુર રહીમને મળ્યો આઈસીસીનો ખાસ એવોર્ડ

દુબઈઃ શ્રીલંકા વિરૂદ્ધ રમાયેલી વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમને આઈસીસીએ મે મહિનાનો બેસ્ટ પ્લેયર પસંદ કર્યો છે. રહીમ સિવાય આ એવોર્ડ માટે આઈસીસીએ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલી અને શ્રીલંકાના પ્રવીણ જયવિક્રમાને નોમિનેટ કર્યા હતા. મુશફિકુર રહીમની શાનદાર બેટિંગની મદદથી બાંગ્લાદેશે શ્રીલંકા વિરૂદ્ધ પ્રથમવાર વનડે સિરીઝમાં જીત મેળવી હતી. 

મુશફિકુર રહીમે ત્રણ વનડે મેચોની સિરીઝમાં 79ની શાનદાર એવરેજથી 237 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે એક સદી અને એક અડધી સદી ફટકારી હતી. આ એવોર્ડ માટે નોમિનેટ થયેલા ફાસ્ટ બોલર હસીન અલીનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું હતું અને તેણે ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ સિરીઝમાં 14 વિકેટ પોતાના નામે કરી હતી. તો બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ સિરીઝમાં પ્રવીણે શ્રીલંકાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

Presenting the ICC Men’s Player of the Month for May 2021 👇#ICCPOTM pic.twitter.com/bOn0aN0S37

— ICC (@ICC) June 14, 2021

આઈસીસીએ મંથના બેસ્ટ ક્રિકેટરની પસંદગી કરવાની શરૂઆત આ વર્ષે જાન્યુઆરીથી કરી હતી અને એવોર્ડ સૌથી પહેલા ભારતના રિષભ પંતને મળ્યો હતો. આ સિવાય ફેબ્રુઆરીમાં આર અશ્વિનને આ એવોર્ડ મળ્યો હતો. અશ્વિને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં દમદાર પ્રદર્શન કર્યું હતું. માર્ચ મહિનામાં ભુવનેશ્વર કુમારને એવોર્ડ મળ્યો હતો. તો એપ્રિલનો એવોર્ડ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પોતાના નામે કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news