હજુ પણ ધોની હાસિલ કરી શકે છે BCCIનો કોન્ટ્રાક્ટ, તેની પાસે છે આ તક

કેન્દ્રીય કરાર યાદીમાંથી એમએસ ધોનીનું બહાર હોવું નક્કી હતું અને તેને રાષ્ટ્રીય પસંદગી સમિતિની યાદીને અંતિમ રૂપ આપ્યા પહેલા તેની જાણકારી આપી દેવામાં આવી હતી. 

હજુ પણ ધોની હાસિલ કરી શકે છે BCCIનો કોન્ટ્રાક્ટ, તેની પાસે છે આ તક

નવી દિલ્હીઃ કેન્દ્રીય કરાર યાદીમાંથી મહેન્દ્ર સિંહ ધોનીનું બહાર થવું નક્કી હતું અને તેમને રાષ્ટ્રીય પસંદગી સમિતિની યાદીને અંતિમ રૂપ આપ્યા પહેલા તેની જાણકારી આપી દેવામાં આવી હતી. પૂર્વ કેપ્ટન જો આ વર્ષે ટી20 વિશ્વકપની ટીમમાં સામેલ થાય તો તેને ફરી યાદીમાં જગ્યા મળી શકે છે. 

બીસીસીઆઈના એક અધિકારીએ ગુરૂવારે જણાવ્યું કે, બે વારના વિશ્વ કપ વિજેતા 38 વર્ષીય પૂર્વ કેપ્ટનને યાદીમાંથી બહાર થવું ચોંકાવનારૂ નથી, કારણ કે માહી છેલ્લા છ મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમ્યો નથી. અધિકારીએ કહ્યું, 'હું સ્પષ્ટ કરવા ઈચ્છું છું કે બીસીસીઆઈના ટોચના અધિકારીઓમાંથી એકે ધોની સાથે વાત કરીને તેને રાષ્ટ્રીય કરાર વિશે જણાવ્યું હતું.'

તેને સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું કારણ કે, તે સપ્ટેમ્બર 2019થી અત્યાર સુધી કોઈ મેચ રમ્યો નથી તો તેને યાદીમાં ન રાખી શકાય. તે પૂછવા પર કે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ અને સીઈઓ રાહુલ જોહરીમાંથી કોણે ધોની સાથે વાત કરી, અધિકારીએ તે જણાવવાનો ઈનકાર કરી દીધો હતો. 

તેમણે કહ્યું, 'કોણે વાત કરી, તેમાં પડવાની જરૂર નથી. વાત તે છે કે તેના કદના ખેલાડીને જણાવવું જરૂરી છે કે તે હાલ કેન્દ્રીય કરારમાંથી બહાર છે અને તે યોગ્ય રીતે કરવામાં આવે.'

અધિકારીએ કહ્યું કે, ધોની ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વિશ્વકપની ટીમમાં જગ્વા બનાવે છે તો તેને 'પ્રો રાટા' આધાર પર કરાર આપી શકાય છે. હાલના નિયમ પ્રમાણે તે ખેલાડીને રાષ્ટ્રીય કરાર આવી શકાય છે, જેણે ઓછામાં ઓછી ત્રણ ટેસ્ટ કે આઠ વનડે મેચ રમી હોય. તે આટલી ટી20 મેચ રમે તો પણ યાદીમાં સામેલ થઈ શકે છે. 

તે પૂછવા પર શું ત્યારબાદ હવે ધોની વનડે ક્રિકેટમાંથી નિવૃતી લઈ શકે છે, તેમણે કહ્યું, 'આ વિશે તો એમએસ ધોની જ જણાવી શકે છે.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news