ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા ભારતીય ટીમ બની માલામાલ...હવે BCCI આપશે આટલા કરોડનું રોકડ ઈનામ
Champions Trophy 2025 Prize Money : IPL 2025 ગણતરીના દિવસોમાં શરૂ થવાની છે, ત્યારે આ પહેલા BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફીની ઈનામી રકમની જાહેરાત કરીને ભારતીય ટીમને સારા સમાચાર આપ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટાઈટલ જીતવા બદલ રોહિત શર્માની ટીમ પર કરોડો રૂપિયાનો વરસાદ થયો છે.
Trending Photos
Champions Trophy 2025 Prize Money : દુબઈમાં આ મહિનાની શરૂઆતમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતીય ક્રિકેટ ટીમ માટે BCCIએ રોકડ ઈનામની જાહેરાત કરી હતી. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ત્રીજીવાર ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. આ ઈનામી રકમમાં ખેલાડીઓ, કોચિંગ અને સહાયક સ્ટાફ અને અજીત અગરકરની આગેવાની હેઠળની પુરુષોની પસંદગી સમિતિના સભ્યોનો સમાવેશ થશે.
કેટલી મળશે ઈનામી રકમ ?
BCCIએ ટીમ ઈન્ડિયાની જીત માટે 58 કરોડ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે. આ ઇનામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફમાં વહેંચવામાં આવશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત એક પણ મેચ હાર્યું નથી. પહેલા બાંગ્લાદેશને હરાવ્યું, પછી પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડને હરાવ્યું. સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ તેણે ફાઈનલમાં ફરીથી ન્યુઝીલેન્ડને હરાવીને ટાઈટલ જીત્યું હતું. કેપ્ટન રોહિત શર્માએ બે ICC ટ્રોફી જીતી છે.
🚨 NEWS 🚨
BCCI Announces Cash Prize for India's victorious ICC Champions Trophy 2025 contingent.
Details 🔽 #TeamIndia | #ChampionsTrophy https://t.co/si5V9RFFgX
— BCCI (@BCCI) March 20, 2025
BCCIના અધ્યક્ષે કર્યા વખાણ
BCCI અધ્યક્ષ રોજર બિન્નીએ કહ્યું કે, સતત ICC ટાઈટલ જીતવું ખાસ છે અને આ એવોર્ડ વૈશ્વિક મંચ પર ટીમ ઈન્ડિયાના સમર્પણ અને શ્રેષ્ઠતાને માન્યતા આપે છે. રોકડ પુરસ્કાર એ પડદા પાછળ દરેક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી મહેનતની માન્યતા છે. ICC અંડર-19 મહિલા વર્લ્ડ કપ જીત્યા પછી 2025માં આ અમારી બીજી ICC ટ્રોફી પણ હતી અને આપણા દેશમાં જે મજબૂત ક્રિકેટ ઇકોસિસ્ટમ છે તેને રેખાંકિત કરે છે.
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ કહ્યું કે, BCCI આ એવોર્ડથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનું સન્માન કરીને ગર્વ અનુભવે છે. વિશ્વ ક્રિકેટમાં તેમનું વર્ચસ્વ વર્ષોની મહેનત અને વ્યૂહાત્મક અમલનું પરિણામ છે. આ જીતે સફેદ બોલ ક્રિકેટમાં ભારતની ટોચની રેન્કિંગને યોગ્ય ઠેરવી છે. અમને ખાતરી છે કે ટીમ આગામી વર્ષોમાં વધુ સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખશે. ખેલાડીઓએ બતાવેલ સમર્પણ અને પ્રતિબદ્ધતાએ એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. અમને વિશ્વાસ છે કે ભારતીય ક્રિકેટ વૈશ્વિક મંચ પર દબદબો વધારતું રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે