IPL 2025 New Rule: આઈપીએલમાં હવે દરેક મેચ બનશે રોમાંચક, બીસીસીઆઈએ નિયમોમાં કર્યો ફેરફાર, બોલરોની બલ્લે-બલ્લે

IPL 2025 Rule Change: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈપીએલ પહેલા નિયમોમાં મોટા ફેરફાર કર્યાં છે. બીસીસીઆઈના નવા નિયમનો લાભ બોલરોને મળશે. 
 

 IPL 2025 New Rule: આઈપીએલમાં હવે દરેક મેચ બનશે રોમાંચક, બીસીસીઆઈએ નિયમોમાં કર્યો ફેરફાર, બોલરોની બલ્લે-બલ્લે

IPL 2025 Rule Change: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની શરૂઆત 22 માર્ચથી થશે. આ પહેલા ગુરૂવારે તમામ 10 ટીમોના કેપ્ટનની એક મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગ બીસીસીઆઈના હેડક્વાર્ટર મુંબઈમાં આયોજીત કરવામાં આવી હતી. આ વચ્ચે આઈપીએલમાં ઘણા નિયમોમાં ફેરફાર કરવાના સમાચાર સામે આવ્યા છે. તેમાં બોલરોને લઈને મહત્વનો નિર્ણય થયો છે. બીબીસીઆઈએ બોલ પર લાળના ઉપયોગ પર લાગેલો પ્રતિબંધ હટાવી લીધો છે. હવે બોલર મેચ દરમિયાન બોલ પર લાળનો ઉપયોગ કરી શકે છે. આ સાથે અન્ય નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે આ બેઠકમાં ઘણા નિર્ણય લેવામાં આવ્યા છે. તેમાં બોલ પર લાળના ઉપયોગની છૂટ આપવામાં આવી છે. બીસીસીઆઈએ કોરોના દરમિયાન બોલ પર લાળ લગાવવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ સાથે અન્ય એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મેચ દરમિયાન બીજો નવો બોલ લેવાનો એક નિયમ બનાવ્યો છે. તે હેઠળ મેચની બીજી ઈનિંગ દરમિયાન 11 ઓવર બાદ નવો બોલ લઈ શકાશે. આ નિયમ રાતના સમયે મેચમાં ઝાકળ એટલે કે ડ્યુના પ્રભાવને જોતા લેવામાં આવ્યો છે. ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરનારી ટીમને વધુ ફાયદો ન થાય તે માટે આ નિયમ લાગૂ કરવામાં આવ્યો છે.

લાળના ઉપયોગ પર ક્યારે લાગ્યો હતો પ્રતિબંધ
હકીકતમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કોરોના વાયરસને કારણે બોલ પર લાળનો ઉપયોગ પ્રતિબંધિત કરી દીધો હતો. આઈસીસીએ પણ લાળ પર પ્રતિબંધ લગાવ્યો હતો. પરંતુ હવે બીસીસીઆઈએ આ નિયમમાં ફેરફાર કર્યો છે. હવે આઈપીએલમાં પહેલાની જેમ બોલર બોલિંગ દરમિયાન બોલ પર લાળ લગાવી શકશે. મહત્વનું છે કે બોલમાં લાળ લગાવવાથી તેને સ્વીંગ અને આઉટસ્વીંગ કરાવવામાં મદદ મળે છે.

આવો છે આઈપીએલ 2025નો કાર્યક્રમ
આઈપીએલ 2025ની પ્રથમ મેચ કેકેઆર અને આરસીબી વચ્ચે રમાશે. આ મુકાબલો ઈડન ગાર્ડન્સમાં 22 માર્ચે આયોજીત થશે. ટૂર્નામેન્ટની પ્રથમ ક્વોલિફાયર 20 મેએ હૈદરાબાદમાં રમાશે, જ્યારે એલિમિનેટર 21 મેએ રમાશે. 23 મેએ બીજી ક્વોલિફાયર અને 25 મેએ ફાઈનલ રમાશે. આ બંને મેચ કોલકત્તામાં રમાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news