B'Day Special : ડાન્સ છોડીને દુનિયાની સૌથી સફળ મહિલા ક્રિકેટર બની મિતાલી

જોધપુરમાં(Jodhpur) જન્મેલી મિતાલી રાજે (Mithali Raj) 1999માં પોતાની પ્રથમ વન-ડે ઈન્ટરનેશનલ (One Day International) મેચ રમી હતી. ત્યારથી તે આજ સુધી રમી રહી છે. આ સાથે જ મિલાતી રાજે સૌથી લાંબી વન-ડે કારકિર્દીનો (Longest One Day Career) રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. મિતાલની કારકિર્દીને(Mithali Career) 20 વર્ષ 133 દિવસ (20 year 133 day) થઈ ચૂક્યા છે. દુનિયામાં એક પણ મહિલા ક્રિકેટરે આટલા વર્ષો સુધી ક્રિકેટ રમ્યું નથી. 
 
B'Day Special : ડાન્સ છોડીને દુનિયાની સૌથી સફળ મહિલા ક્રિકેટર બની મિતાલી

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની(Indian Woman Cricket Team) કેપ્ટન મિતાલી રાજ(Mithali Raj) મંગળવાર (3 ડિસેમ્બર)ના રોજ પોતાનો 38મો જન્મદિવસ (Birthday) ઉજવી રહવી છે. દુનિયાનાં સૌથી લોકપ્રિય મહિલા ક્રિકેટરોમાં ગણાતી મિતાલી રાજના(Mithali Raj) જન્મદિવસે એક વિશેષ જાહેરાત પણ થઈ છે. તેના જીવન પર એક ફિલ્મ બનવા જઈ રહી છે, જેનું નામ છે 'શાબાશ મિઠુ' (Shabaash Mithu). આ ફિલ્મમાં મિતાની ભૂમિકા તાપસી પન્નુ(Tapsi Pannu) ભજવવાની છે. રાહુલ ઢોલકિયા ફિલ્મનું નિર્દેશન કરશે. 

જોધપુરમાં(Jodhpur) જન્મેલી મિતાલી રાજે (Mithali Raj) 1999માં પોતાની પ્રથમ વન-ડે ઈન્ટરનેશનલ (One Day International) મેચ રમી હતી. ત્યારથી તે આજ સુધી રમી રહી છે. આ સાથે જ મિલાતી રાજે સૌથી લાંબી વન-ડે કારકિર્દીનો (Longest One Day Career) રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. મિતાલની કારકિર્દીને(Mithali Career) 20 વર્ષ 133 દિવસ (20 year 133 day) થઈ ચૂક્યા છે. દુનિયામાં એક પણ મહિલા ક્રિકેટરે આટલા વર્ષો સુધી ક્રિકેટ રમ્યું નથી. 

A post shared by Taapsee Pannu (@taapsee) on

પુરુષ ખેલાડીઓમાં માત્ર ત્રણ ખેલાડની વન ડે કારકિર્દી જ મિતાલી કરતા લાંબી છે. જેમાં સચિન તેંડુલરકર (22 વર્ષ 91 દિવસ), સનથ જયસૂર્યા (21 વર્ષ 184 દિવસ) અને જાવેદ મિયાંદાદ (20વર્ષ 272 દિવસ)નો સમાવેશ થાય છે. મિતાલીએ અત્યાર સુધી કુલ 209 વન-ડે, 89 ટી20 અને 10 ટેસ્ટ મેચ રમી છે. 

1983 અને 2011ની જેમ World Cup 2019માં પણ ગુંજશે ઈન્ડિયાનું નામઃ મિતાલી રાજ

આ દિગ્ગજ ખેલાડીના જન્મ દિવસે તાપસી પન્નુએ(Tapsi Pannu) સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. પોસ્ટમાં તેણે લખ્યું છે કે, "હેપ્પી બર્થ ડે કેપ્ટન મિતાલી રાજ. તમે અમને સૌને અનેક વખત ગૌરવાન્વિત કર્યા છે. આ મારું ભાગ્ય છે કે ઓનસ્ક્રીન મને તારી ભૂમિકા કરવાની તક મળી રહી છે. હું તમારા આ જન્મદિવસે શું ભેટ આપું તે સમજાઈ નથી રહ્યું. હું માત્ર એટલું જ કહી શકું છું કે મૂવી માટે પૂરેપુરી મહેનત કરીશ, જેથી તમે ખુદને ઓનસ્ક્રીન જોઈને ગર્વ અનુભવી શકો."

મિતાલીની સફળ ક્રિકેટ કારકિર્દી
મિતાલી રાજે (Mithali Raj) તાપસી સાથે એક કેક પણ કાપ્યો છે. મિતાલી રાજ ટી20 ઈન્ટરનેશનલમાંથી સન્યાસ લઈ ચુકી છે. તે અત્યારે ટેસ્ટ અને વનડેમાં ભારતીય ટીમની કેપ્ટન છે. મહિલા વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મિતાલીના નામે સૌથી વધુ રન (6888) નોંધાયેલા છે. ટી20 ક્રિકેટમાં સૌથી વધુ 2364 રન બનાવનારી ભારતીય મહિલા ક્રિકેટર પણ છે. દુનિયામાં માત્ર પાંચ મહિલા જ ટી20 ક્રિકેટમાં તેના કરતા વધુ રન બનાવી શકી છે. 

World Cup 2019 : મિતાલી રાજે કહ્યું કે 'આ' ટીમ જીતશે વર્લ્ડ કપ કારણ કે...

ડાન્સનો હતો શોખ
મિતાલી રાજ બાળપણમાં ક્લાસિકલડાન્સ શીખતી હતી અને માત્ર 10 વર્ષની ઉંમરે મિતાલી ભરતનાટ્યમમાં એક્સપર્ટ થઈ ગઈ હતી. મિતાલી ક્લાસિકલ ડાન્સમાં જ પોતાની કારકિર્દી બનાવવા માગતી હતી, પરંતુ ક્રિકેટના કારણે તેનો ડાન્સ છુટી ગયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news