B'day Special : 16 વર્ષના કેરિયરમાં રમ્યો માત્ર 25 ટેસ્ટ મેચ

પોતાના 16 વર્ષના કેરિયરમાં પાર્થિવ પટેલે 25 ટેસ્ટ મેચ રમી, પરંતુ ટીમ માટે ઓપનિંગમાં તે ટીમ ઈન્ડિયા માટે વધુ ભાગ્યશાળી સાબિત થયો.   

Updated By: Mar 9, 2018, 03:39 PM IST
 B'day Special : 16 વર્ષના કેરિયરમાં રમ્યો માત્ર 25 ટેસ્ટ મેચ
2003માં વિશ્વકપના ફાઇનલમાં પહોંચેલી ટીમ ઈન્ડિયાનો સભ્ય હતો પાર્થિવ પટેલ. (ફાઇલ ફોટો)

નવી દિલ્હીઃ 2002માં ટીમ ઈન્ડિયામાં એક ખેલાડીએ ડેબ્યૂ કર્યું. આ હતો 17 વર્ષનો પાર્થિવ પટેલ. આટની નાની ઉંમરે કોઇપણ વિકેટકીપર બેટ્સમેને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી ન હતી. 9 માર્ચ 1985માં અમદાવાદમાં જન્મેલા પાર્થિવ પટેલે આમતો 2002માં ડેબ્યૂ કર્યું પરંતુ ટીમમાં લાંબા સમય સુધી સ્થાન પાક્કુ કરી શક્યો નહીં. તેને 16 વર્ષના કેરિયરમાં માત્ર 25 ટેસ્ટ રમવાનો મોકો મળ્યો છે. 

33 વર્ષના થઈ ગયેલા પાર્થિવે 2002માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ રમી. હાલમાં ભારતીય ટીમ આફ્રિકાના પ્રવાસે ગઈ ત્યારે પાર્થિવ પટેલને બે ટેસ્ટ રમવાનો મોકો મળ્યો હતો. 

ઓપનિંગમાં જીતનો અનોખો રેકોર્ડ
પાર્થિવ પટેલના નામે ટેસ્ટ ક્રિકેટમાં એક અનોખો રેકોર્ડ છે. તેણે જ્યારે ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરી ત્યારે ટીમને વધુ મેચમાં જીત મળી. જ્યારે આફ્રિકા સામેની પ્રથમ બે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા હારી હતી, ત્યારબાદ ત્રીજી ટેસ્ટમાં તેણે પારીની શરૂઆત કરી, અહીં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. પાર્થિવે પાંચ મેચમાં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરી તેમાંથી એક મેચને બાદ કરતા ટીમને ચાર મેચમાં જીત મળી હતી. 

17 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરનાર પ્રથમ વિકેટકીપર
પાર્થિવ પટેલે ટીમ ઈન્ડિયામાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2002માં તેની પ્રથમ ટેસ્ટ રમી હતી. તેણે 16 વર્ષના કેરિયરમાં 25 ટેસ્ટ રમી. તે 38 વનડેમાં ટીમનો સભ્ય રહ્યો હતો. ટીમ ઈન્ડિયા તરફથી તે બે ટી20 મેચ પણ રમ્યો છે. તેણે 25 ટેસ્ટમાં 31ની એવરેજથી 934 રન બનાવ્યા હતા. 38 વનડેમાં તેણે 736 રન બનાવ્યા. તેના નામે 62 કેસ અને 10 સ્ટમ્પિંગ નોંધાયેલા છે.