)
Rashid Khan Elder Brother Dies : એશિયા કપ 2025 પહેલા અફઘાનિસ્તાનના T20 કેપ્ટન અને સ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાનના ઘરે શોકનો માહોલ છે. રાશિદ ખાનના મોટા ભાઈ હાજી અબ્દુલ હલીમ શિનવારીનું અવસાન થયું છે. 26 વર્ષીય સ્ટાર ક્રિકેટર રાશિદ ખાન હાલમાં શારજાહમાં ચાલી રહેલી T20 ત્રિકોણીય શ્રેણીમાં અફઘાનિસ્તાનની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ ત્રિકોણીય શ્રેણીમાં પાકિસ્તાન અને UAEની ટીમો પણ સામેલ છે.
આ સ્ટાર ક્રિકેટરના ઘરે શોકનો માહોલ
અફઘાનિસ્તાનના T20 કેપ્ટન રાશિદ ખાનને આ મુશ્કેલ સમયમાં ક્રિકેટ જગત તરફથી ટેકો મળી રહ્યો છે. અફઘાનિસ્તાનના ઓપનર ઇબ્રાહિમ ઝદરાને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું, 'રાશીદ ખાનના મોટા ભાઈ હાજી અબ્દુલ હલીમ શિનવારીના મૃત્યુના સમાચાર સાંભળીને દુઃખ થયું. મોટો ભાઈ પરિવાર માટે પિતા સમાન હોય છે. રાશિદ ખાન અને તેમના પરિવાર પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના.'
9 સપ્ટેમ્બરથી એશિયા કપ 2025 શરૂ થશે
એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાત (UAE)ની ધરતી પર શરૂ થવા જઈ રહ્યો છે. એશિયા કપ 2025માં ભારત 10 સપ્ટેમ્બરે સંયુક્ત આરબ અમીરાત (UAE) સામે તેની પહેલી મેચ રમશે. એશિયા કપ 2025 ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે. ભારત એશિયા કપ 2025 ટ્રોફી જીતવાનો મજબૂત દાવેદાર છે. ભારતે 8 વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે અને હવે તેની નજર 9મી વખત ચેમ્પિયન બનવા પર છે.