નવી દિલ્હીઃ IPL 2020: એક વખત આઈપીએલની ટ્રોફી પોતાના નામે કરી ચુકેલી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની મુશ્કેલી ઓછી થઈ રહી નથી. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શ એક મેચ રમીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો, પરંતુ હૈદરાબાદને વધુ એક ઝટકો લાગ્યો છે. હવે ટીમનો દિગ્ગજ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ઈજાને કારણે બહાર થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ હિપ ઇંજરી થઈ હતી. આ ઈજાને કારણે તેણે ટૂર્નામેન્ટમાંથી બહાર થવુ પડ્યું છે. શુક્રવારે દુબઈમાં રમાયેલી તે મેચમાં ટીમને ચેન્નઈ વિરુદ્ધ જીત મળી હતી, પરંતુ ભુવી ઈજાને કારણે પોતાની ઓવર પૂરી કરી શક્યો નહીં. તેણે પ્રયાસ કર્યો, પરંતુ તેને ઈજા થઈ અને મેદાન બહાર જવું પડ્યું હતું. આમ હૈદરાબાદની ટીમ માટે આ ખરાબ સમાચાર છે. 


ન્યૂઝ એજન્સી એએનઆઈએ ટીમના સૂત્રોથી પુષ્ટિ કરતા જણાવ્યું કે, ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર આઈપીએલ 2020ની બાકી મેચોને ઈજાને કારણે મિસ કરશે. સૂત્રએ કહ્યું- ભુવનેશ્વર કુમાર આ વર્ષે ટૂર્નામેન્ટમાં આગળ રમી શકશે નહીં, કારણ કે તેને હિપ ઇંજરીને કારણે બહાર થવું પડ્યું છે. ચોક્કસપણે આ એક ઝટકો છે, કારણ કે તે બોલિંગ એકમનું નેતૃત્વ કરે છે. તે ટીમના બોલિંગ એકમનો મહત્વનું અંગ છે. 


DC VS RCB IPL 2020: આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે દિલ્હી-બેંગલોર  


ચેન્નઈ વિરુદ્ધ મેચ બાદ કેપ્ટન ડેવિડ વોર્નરે કહ્યુ હતુ કે, તેને ભુવીને ઈજા વિશે વધુ જાણકારી નથી. તો રવિવારે મુંબઈ વિરુદ્ધ મેચ પહેલા વોર્નરે કહ્યુ કે, ભુવી ઈજાને કારણે કેટલીક મેચ ગુમાવશે. પરંતુ હવે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ માત્ર હૈદરાબાદ જ નહીં ભારતીય ટીમને પણ મોટો ઝટકો લાગ્યો છે. આઈપીએલની સમાપ્તિ બાદ ભારતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું છે, જ્યાં ત્રણેય ફોર્મેટમાં સિરીઝ રમવાની છે.


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર