શ્રીલંકા સામે રમવાનો આ બે ક્રિકેટરોને હવે નહીં મળે ચાન્સ કારણ કે...

BCCIએ ટ્વિટ કરીને જણાવ્યું કે શિખર ધવન 2 ડિસેમ્બરથી દિલ્હીમાં રમાનાર ત્રીજા ટેસ્ટમાં નહીં રમી શકે.

  • શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે
  • ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર અને શિખર ધવનને આરામ આપવામાં આવ્યો છે
  • ટીમમાં ભુવનેશ્વરના સ્થાન પર તામિલનાડુના ઓલરાઉન્ડર વિજય શંકરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે

Trending Photos

શ્રીલંકા સામે રમવાનો આ બે ક્રિકેટરોને હવે નહીં મળે ચાન્સ કારણ કે...

નવી દિલ્હી : શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર અને શિખર ધવનને આરામ આપવામાં આવ્યો છે. ટીમમાં ભુવનેશ્વરના સ્થાન પર તામિલનાડુના ઓલરાઉન્ડર વિજય શંકરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

— BCCI (@BCCI) November 20, 2017

આ બન્ને ખેલાડીઓએ અંગત કારણોસર પસંદગીકર્તાઓને પોતાને ટીમની બહાર રાખવાનો આગ્રહ કર્યો હતો. BCCIએ સોમવારે સાંજે ટ્વિટ કરીને આ બાબતની જાણકારી આપી હતી. શ્રીલંકા સામે બીજી ટેસ્ટ 24 નવેમ્બરથી નાગપુરમાં રમાવાની છે જેના માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે. 

— BCCI (@BCCI) November 20, 2017

BCCIએ ટ્વિટ કરીને જણાવ્યું કે શિખર ધવન 2 ડિસેમ્બરથી દિલ્હીમાં રમાનાર ત્રીજા ટેસ્ટમાં નહીં રમી શકે. આ સિવાય ભુવનેશ્વર કુમાર 23 નવેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાઇ રહ્યો છે જેના કારણે તેને રજા જોઈએ છીએ. 

નોંધનીય છે કે કોલકાતા ટેસ્ટમાં ભુવનેશ્વર કુમાર શાનદાર ફોર્મમાં હતો. તેણે બન્ને ઇનિંગ્સમાં શ્રીલંકાના ચાર બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. બીજી ઇનિંગ્સમાં 8 રન આપીને ચાર વિકેટ લીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news