રવિન્દ્ર જાડેજા અને બીજો ખેલાડી કોણ? સંજુ સેમસનના બદલામાં CSKને આપવા પડશે આ 2 ખેલાડી

Sanju Samson Ravindra Jadeja Trade: સંજુ સેમસનના ટ્રેડના સમાચારોએ ફરી જોર પકડવાનું શરૂ કરી દીધું છે. સેમસનના બદલામાં ચેન્નઈની ટીમ પોતાના 2 ખેલાડીઓને રાજસ્થાન રોયલ્સ ટીમને આપી શકે છે.

રવિન્દ્ર જાડેજા અને બીજો ખેલાડી કોણ? સંજુ સેમસનના બદલામાં CSKને આપવા પડશે આ 2 ખેલાડી

Sanju Samson Ravindra Jadeja Trade: સંજુ સેમસનના ટ્રેડના સમાચારોએ ફરી જોર પકડવાનું શરૂ કરી દીધું છે. સેમસનનું IPL 2026માં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમવું લગભગ નક્કી લાગી રહ્યું છે. ઈએસપીએન ક્રિકઇન્ફોના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, સંજુ સેમસનના બદલામાં CSK રવિન્દ્ર જાડેજા અને સેમ કરનના રૂપમાં બે ઓલરાઉન્ડર ખેલાડીઓને RR સાથે ટ્રેડ કરી શકે છે. જો આ ટ્રેડ સફળ રહે છે, તો જાડેજા 17 વર્ષ પછી RR ટીમમાં વાપસી કરશે.

ડીલ લગભગ પાક્કી
ઈએસપીએન ક્રિકઇન્ફો અનુસાર, ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ ટીમના અધિકારીઓએ રવિન્દ્ર જાડેજા, સંજુ સેમસન અને સેમ કરન સાથે પણ આ સંબંધમાં વાત કરી છે. ડીલ લગભગ પાક્કી લાગી રહી છે, પરંતુ કોઈ પણ ફ્રેન્ચાઇઝીએ ટ્રેડને લઈને કોઈ પુષ્ટિ કરી નથી.

Add Zee News as a Preferred Source

ટ્રેડિંગ નિયમો
રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ જો આ ટ્રેડને ઓફિશિયલ કરવા માંગે છે, તો તેમણે ત્રણેય ખેલાડીઓ વિશે IPLની ગવર્નિંગ કાઉન્સિલને જાણકારી આપવી પડશે. ટ્રેડિંગના નિયમો અનુસાર, એકવાર ખેલાડીઓ તરફથી લેખિત સંમતિ મળ્યા પછી ફ્રેન્ચાઇઝી ફાઇનલ એગ્રીમેન્ટની પ્રક્રિયા આગળ વધારી શકે છે.

સેમસન અને જાડેજા લાંબા સમયથી અનુક્રમે રાજસ્થાન રોયલ્સ અને CSK સાથે જોડાયેલા રહ્યા છે. સેમસને રાજસ્થાન ટીમમાં 11 વર્ષ વિતાવ્યા છે, જ્યારે જાડેજા 12 સિઝન ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમી છે. સેમસને પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, તે રાજસ્થાન રોયલ્સ ટીમ છોડવા માંગે છે.

જાડેજાનો IPL રેકોર્ડ
જાડેજાએ પોતાની વિશાળ IPL કરિયરમાં 254 મેચ રમી છે. જાડેજાએ સૌથી વધુ મેચ રમવાના મામલે માત્ર વિરાટ કોહલી, એમએસ ધોની, રોહિત શર્મા અને દિનેશ કાર્તિકથી જ પાછળ છે. CSK માટે તેમણે 143 વિકેટ લીધી છે, જે સૌથી વધુ છે. તેમને IPL 2022 સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સના કપ્તાન પણ બનાવવામાં આવ્યા હતા, પરંતુ સિઝનમાં ટીમની ખરાબ શરૂઆત પછી તેમણે કપ્તાની પાછી ધોનીના હાથમાં સોંપી દીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news