)
Rahul Dravid Sachin Tendulkar: ભારતીય ક્રિકેટના મહાન ખેલાડી અને પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. રવિચંદ્રન અશ્વિનને આપેલા ઇન્ટરવ્યુ પછી તેમની સાથે સંબંધિત અલગ-અલગ પ્રકારના સમાચાર બહાર આવી રહ્યા છે. દ્રવિડે અશ્વિન સામે ઘણા ખુલાસા કર્યા. તેમણે વર્તમાન ટીમ ઇન્ડિયા, કોચિંગ કાર્યકાળ અને ટીમ ઇન્ડિયા માટે રમવા વિશે ઘણી કહાનીઓ જણાવી. તેમણે મહાન ક્રિકેટર સચિન તેંડુલકર સાથે જોડાયેલી એક કહાની પણ જણાવી. તેમણે એ પણ કહ્યું કે, ક્રિકેટ કરિયરમાં કઈ વાતનો અફસોસ તેમને આજે પણ છે.
ઇંગ્લેન્ડ પ્રવાસની ઘટના
દ્રવિડે એક ઘટના યાદ કરી છે. પૂર્વ ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન સાથેના એક ઈન્ટરવ્યૂમાં દ્રવિડે કહ્યું કે, 2011માં ઇંગ્લેન્ડના નિરાશાજનક પ્રવાસ દરમિયાન જ્યારે તેમને આઉટ આપવામાં આવ્યો ત્યારે તેને DRS (ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ)નો ઉપયોગ ન કરવાનો અફસોસ છે. તે સમયે સચિન તેંડુલકરે પણ તેને DRS ન લેવાની સલાહ આપી હતી, પરંતુ પાછળથી રિપ્લેમાં ખબર પડી કે દ્રવિડ નોટઆઉટ હતો.
દ્રવિડને DRS ન લેવાનો અફસોસ
દ્રવિડે અશ્વિન સાથેની વાતચીતમાં યાદ કરતા કહ્યું કે, "એકવાર મને DRS ન લેવાનો અફસોસ થયો હતો. આ 2011માં ઈંગ્લેન્ડમાં એજબેસ્ટન ટેસ્ટની વાત છે. મેં જેમ્સ એન્ડરસનના બોલ પર ડ્રાઈવ કરી અને મેં એક અવાજ સાંભળ્યો, પરંતુ બેટ પર કંઈ મહેસૂસ થયું નહીં. ક્યારેક-ક્યારેક એક બેટ્સમેન તરીકે તમને એવું મહસૂસ કરો છો. જોરથી આવાજ આવ્યો હતો, પરંતુ મને બેટ પર કંઈ પણ મહેસૂસ થયું નહીં."
ટોફેલ પર દ્રવિડને હતો વિશ્વાસ
ઓસ્ટ્રેલિયન અમ્પાયર સાઈમન ટોફેલે તેમને વિકેટ પાછળ કેચ આઉટ આપ્યો હતો. ટોફેલ પાંચ વખત 'ICC અમ્પાયર ઓફ ધ યર'નો ખિતાબ જીતી ચૂક્યા છે. બીજા છેડે ઉભેલા સચિન તેંડુલકર સાથે વાત કર્યા પછી દ્રવિડે અમ્પાયરના નિર્ણયને પડકારવાનો નિર્ણય ન લીધો. જો કે, આ નિર્ણય ખોટો સાબિત થયો. દ્રવિડે યાદ કરતા કહ્યું કે, "એક અવાજ આવ્યો હતો. સાઈમન ટોફેલ એક આદરણીય અને સારા અમ્પાયર હતા. જ્યારે તેઓ કોઈ નિર્ણય આપતા હતા, ત્યારે તમે તેમના પર વધુ પ્રશ્નો ઉઠાવતા નથી. તેમણે મને આઉટ આપ્યો અને હું સચિન પાસે ગયો અને કહ્યું કે મને બેટ પર કંઈ મહેસૂસ થયું નથી."
બુટની દોરીને કારણે આવ્યો હતો અવાજ
દ્રવિડે કહ્યું કે, "સચિને મને કહ્યું કે, ખૂબ જ જોરથી અવાજ આવ્યો હતો યાર રાહુલ, મને ખાતરી છે કે તમે શોર્ટ માર્યો હતો. અને મેં વિચાર્યું કે કદાચ હા, તે એ વસ્તુઓમાંથી એક હતી કારણ કે મેં પણ અવાજ સાંભળ્યો હતો. ડ્રેસિંગ રૂમમાં પાછા ફર્યા પછી અને રિપ્લે જોયા પછી દ્રવિડને ખ્યાલ આવ્યો કે બોલ સંપૂર્ણપણે બેટને ટચ થયો ન હતો અને અવાજ ખરેખર તેના બેટ સાથે બુટની દોરીને કારણે આવ્યો હતો."
દ્રવિડે ઘણા રન બનાવ્યા, પરંતુ ભારતને સિરીઝમાં મળી હતી હાર
2011ની તે સિરીઝમાં ભારતીય ટીમના નિરાશાજનક પ્રદર્શન છતાં દ્રવિડ ટીમ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડી હતા. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતને યજમાન ઇંગ્લેન્ડે 4-0થી હરાવ્યું હતું. દ્રવિડે ચાર ટેસ્ટમાં ત્રણ સદી સહિત 461 રન બનાવ્યા. તે સિરીઝમાં કોઈપણ બેટ્સમેન દ્વારા ત્રીજો સૌથી વધુ સ્કોર હતો. તેમણે સચિન તેંડુલકર કરતા 188 રન વધુ બનાવ્યા. તે સિરીઝમાં ભારત માટે દ્રવિડ બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા.