IPL 2025 ની બધી 10 ટીમોના કેપ્ટન થઈ ગયા કન્ફર્મ, નવા સુકાની સાથે ઉતરશે આ 5 ટીમો
IPL 2025 Captains: IPL 2025 માટે તમામ 10 ટીમોના કેપ્ટનોની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી કેપિટલ્સે ઓલરાઉન્ડર અક્ષર પટેલને કમાન સોંપી છે.
Trending Photos
IPL 2025 All 10 Teams Captain: ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનનું બ્યુગલ વાગી ગયું છે. આગામી સિઝન માટે તમામ ટીમોએ તૈયારી કરી લીધી છે. આ સીઝન એટલે કે IPL 2025માં કુલ પાંચ ટીમો નવા કેપ્ટન સાથે પ્રવેશ કરશે. હવે તમામ 10 ટીમોના કેપ્ટન કન્ફર્મ થઈ ગયા છે. દિલ્હી કેપિટલ્સે શુક્રવારે સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે તમામ 10 ટીમોના કેપ્ટન કન્ફર્મ થઈ ગયા.
દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ નવા કેપ્ટન સાથે આઈપીએલ 2025માં પ્રવેશ કરશે. દિલ્હીએ અક્ષર પટેલને, લખનૌની કમાન ઋષભ પંતને, પંજાબ કિંગ્સે શ્રેયસ અય્યરને, આરસીબીએ રજત પાટીદારને અને કેકેઆરની કમાન અજિંક્ય રહાણેને આપી છે.
10 ટીમોના કેપ્ટનોની યાદી
1- દિલ્હી કેપિટલ્સ- અક્ષર પટેલ
2- સનરાઇઝર્સ હૈદરાબાદ- પેટ કમિન્સ
3- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- રજત પાટીદાર
4- રાજસ્થાન રોયલ્સ- સંજુ સેમસન
5- પંજાબ કિંગ્સ- શ્રેયસ અય્યર
6- લખનૌ સુપર જાયન્ટ્સ- ઋષભ પંત
7- મુંબઈ ઈન્ડિયન્સ- હાર્દિક પંડ્યા
8- કોલકાતા નાઈટ રાઈડર્સ- અજિંક્ય રહાણે
9- ગુજરાત ટાઇટન્સ- શુભમન ગિલ
10- ચેન્નાઈ સુપર કિંગ્સ- રિતુરત ગાયકવાડ
18મી સીઝન 22 માર્ચથી શરૂ થશે.
IPL 2025 22 માર્ચથી શરૂ થશે. આ વખતે તમામ મેચો 13 શહેરોમાં રમાશે. IPL 2025ની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. IPLની પ્રથમ મેચ 22 માર્ચે સાંજે 7.30 વાગ્યે રમાશે. મેચની ટોસ 7 વાગે થશે. આ વખતે RCBએ રજત પાટીદારને કેપ્ટન્સી સોંપી છે, જ્યારે KKRની કમાન વરિષ્ઠ ખેલાડી અજિંક્ય રહાણેના હાથમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે