શિખર ધવને આ ખેલાડીને ગણાવ્યો - છોટે પેકેટ મેં બડા બોંબ

યજુવેન્દ્ર ચહલનું પ્રદર્શન દક્ષિણ આફ્રિકામાં કોઈપણ ભારતીય સ્પિનરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલા યુવરાજ સિંહે 2003માં 6 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. 

 શિખર ધવને આ ખેલાડીને ગણાવ્યો - છોટે  પેકેટ મેં બડા બોંબ

નવી દિલ્હીઃ યુજવેન્દ્ર ચહલે પોતાના કેરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ભારતીય ટીમે બીજી વનડેમાં આફ્રિકાને 9 વિકેટે પરાજય આપ્યો હતો. ચહલે 22 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આફ્રિકાની ટીમ માત્ર 118 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે માત્ર 20.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 119 રન બનાવી લીધા હતા. આ જીત સાથે ભારતે છ મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. 

સ્પિનર ચહલ અને કુલદીપ યાદવે આફ્રિકાના બેટ્સમેનો પર કહેર વરસાવ્યો હતો કેપ્ટન કોહલીને વિશ્વાસ છે કે આ બંન્ને સ્પિનર કોઈપણ પીચ પર બોલ ટર્ન કરાવી શકે છે. કેપ્ટને મેચ બાદ કહ્યું, અહીંની પીચ ડરબનથી કડક હતી અને સ્પીનરોએ ફાયદો ઉઠાવ્યો, અમને ખબર હતી કે પીચમાં ઘાસ નહીં હોય. આ બંન્ને સ્પીનરોએ આફ્રિકાના બેટ્સમેનોને મોકો ન આપ્યો. 

આ મેત બાદ ટીમ ઈન્ડિયાના ગબ્બર શિખર ધવને ચહલના ખૂબ વખાણ કર્યા છે. શિખર ધવને ટ્વીટર પર ચહલની સાથે એક તસ્વીર શેર કરતા લખ્યું કે, છોટા પેકેટમાં બડા બોંબ. ધવનના આ ટ્વીવટનો જવાબ આપતા ચહલે તેને બબ્બર શેર કહ્યો છે. 

 

— Shikhar Dhawan (@SDhawan25) February 4, 2018

 

— Yuzvendra Chahal (@yuzi_chahal) February 4, 2018

 

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે શ્રેણીની પ્રથમ બંન્ને વનડે જીતી લીધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news