વિરાટના હાથ પર બાંધેલો આ 'બેન્ડ' શેનો છે ? કિંમત અને ફીચર્સ જાણીને ચોંકી જશો

Virat Kohli : ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન વિરાટ કોહલીના કાંડા પર બાંધેલો આ ખાસ બેન્ડ ચર્ચામાં રહ્યો હતો. કોહલી આખી ટૂર્નામેન્ટ દરમિયાન આ બેન્ડ પહેરેલો જોવા મળ્યો હતો, ત્યારે તમારા મનમાં સવાલ થઈ રહ્યો હશે કે આ બેન્ડ શું છે ? તેની કિંમત કેટલી છે ? તો આ લેખમાં અમે તમને આ બધા સવાલોના જવાબ આપીશું.

વિરાટના હાથ પર બાંધેલો આ 'બેન્ડ' શેનો છે ? કિંમત અને ફીચર્સ જાણીને ચોંકી જશો

Virat Kohli : ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતી લીધો છે. વિરાટ કોહલીએ આ ટ્રોફી જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે વિરાટ કોહલીના પ્રદર્શનની સાથે આ તેના કાંડા પર પહેરવામાં આવેલ ખાસ ફિટનેસ બેન્ડ પણ ઘણો ચર્ચામાં રહ્યો હતો. વિરાટ કોહલી આખી ટૂર્નામેન્ટ દરમિયાન આ બેન્ડ પહેરીને જોવા મળ્યો હતો, જેના કારણે લોકોના મનમાં સવાલો ઉઠવા લાગ્યા હતા કે આ બેન્ડ શું છે, તેની કિંમત શું છે અને તેના શું ફીચર્સ છે ? તો આ લેખમાં તેના વિશે જાણીશું. 

વિરાટ કોહલીનો ફિટનેસ બેન્ડ

વિરાટ કોહલી દ્વારા પહેરવામાં આવેલો બેન્ડ કોઈ સામાન્ય સ્માર્ટ બેન્ડ નથી, પરંતુ WHOOP 4.0 ફિટનેસ ટ્રેકર છે. આ બેન્ડનો ઉપયોગ વિશ્વભરના ઘણા ટોપના ખેલાડીઓ કરે છે. ખાસ વાત એ છે કે તેમાં કોઈ ડિસ્પ્લે નથી, એટલે કે તે સંપૂર્ણ રીતે હલકો અને સ્ક્રીન-લેસ ફિટનેસ ટ્રેકર છે, જે શરીરની ગતિવિધિઓને 24x7 ટ્રેક કરે છે.

WHOOP 4.0ના ફીચર્સ

  • ડિસ્પ્લે-લેસ ડિઝાઈન : આ બેન્ડ સંપૂર્ણપણે ડિસ્પ્લે-લેસ છે, તેને પહેરવામાં કોઈ અગવડતા પડતી નથી અને તે હળવા વજનનું ઉપકરણ છે
  • 24x7 હેલ્થ મોનિટરિંગ : તેમાં હૃદયના ધબકારા, ઊંઘની પેટર્ન, તાણ અને રિકવરી જેવી વસ્તુઓને ટ્રેક કરવા માટે અદ્યતન સેન્સર છે
  • વોટરપ્રૂફ : તે સ્વિમિંગ, વર્કઆઉટ અને અન્ય સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ દરમિયાન પણ આરામથી પહેરી શકાય છે
  • બેટરી બેકઅપ અને ચાર્જિંગ : તેનું ચાર્જર વોટરપ્રૂફ પણ છે અને લાંબી બેટરી લાઈફ આપે છે
  • સબ્સ્ક્રિપ્શન આધારિત સેવા : આ બેન્ડ ખરીદવા માટે, તમારે WHOOP નું સબ્સ્ક્રિપ્શન લેવું પડશે, જેમાં સમયાંતરે નવા ફીચર્સ ઉમેરવામાં આવે છે

તેની કિંમત કેટલી છે ?

જો તમે આ બેન્ડ ખરીદવા માંગો છો, તો તે Amazon India પર ઉપલબ્ધ છે. અહીં તેની કિંમત 31,800 રૂપિયા છે, જેમાં 12 મહિનાનું સબસ્ક્રિપ્શન પણ સામેલ છે. આનો અર્થ એ છે કે આ ઉપકરણ ખરીદ્યા પછી, તમને આખા વર્ષ દરમિયાન WHOOPની સર્વિસની એક્સેસ મળશે.

WHOOP કંપનીએ આ ફિટનેસ બેન્ડ વિકસાવવા માટે વૈજ્ઞાનિકો અને ડોક્ટરો સાથે મળીને કામ કર્યું છે. WHOOPના સ્થાપક અને CEO વિલ અહેમદના જણાવ્યા અનુસાર, આ બેન્ડ એવી બાબતોને ટ્રેક કરવામાં સક્ષમ છે જે અન્ય ફિટનેસ બેન્ડ સામાન્ય રીતે કરી શકતા નથી. તે યુઝર્સની તંદુરસ્તી, રિકવરી અને એકંદર આરોગ્ય પર દેખરેખ રાખવામાં અત્યંત અસરકારક છે.

બેન્ડ ખરીદવાના ફાયદા

જો તમે પ્રોફેશનલ એથ્લેટ છો અથવા તમારા સ્વાસ્થ્ય અને પ્રદર્શનને ગંભીરતાથી ટ્રેક કરવા માંગો છો, તો WHOOP 4.0 એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. તે અન્ય સ્માર્ટ બેન્ડની જેમ સ્ક્રીન અને સ્માર્ટ સૂચનાઓ આપતું નથી, તે ફિટનેસ અને રિકવરી ડેટાને પ્રાથમિકતા આપનારાઓ માટે સૌથી સચોટ અને અસરકારક ઉપકરણો પૈકીનું એક છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news