Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની ટિકિટની કિંમતો આવી સામે, તેનાથી મોંઘી તો ભારતમાં ફિલ્મોની ટિકિટ હોય છે

ફેબ્રુઆરી મહિનામાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનની યજમાનીમાં રમાવાની છે. જ્યારે ભારતીય ટીમ પોતાની મેચ દુબઈમાં રમશે. આ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મેચની ટિકિટની કિંમત નક્કી કરી છે જેની વિગતો સામે આવી છે.
 

 Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની ટિકિટની કિંમતો આવી સામે, તેનાથી મોંઘી તો ભારતમાં ફિલ્મોની ટિકિટ હોય છે

કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફી માટે લઘુત્તમ ટિકિટ 1000 પાકિસ્તાની રૂપિયા રાખી છે, જે ભારતીય મુદ્દામાં 310 રૂપિયા બરાબર છે. પીસીબીના એક આંતરિક દસ્તાવેજમાં આ વાત સામે આવી છે. તેમાં તે જણાવવામાં આવ્યું નથી કે દુબઈમાં યોજાનારી ભારતની મેચની ટિકિટનો શું ભાવ હસે. જો ભારતીય ટીમ સેમીફાઈનલ અને ફાઈનલમાં પહોંચશે તો તેનું આયોજન દુબઈમાં થશે. 

પાકિસ્તાનના ત્રણ સ્ટેડિયમમાં રમાશે મેચ
દસ્તાવેજ અનુસાર, PCBએ કરાચી, લાહોર અને રાવલપિંડીમાં યોજાનારી મેચોની ન્યૂનતમ ટિકિટ 1000 પાકિસ્તાની રૂપિયા રાખી છે. રાવલપિંડીમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચોની ટિકિટની કિંમત 2000 પાકિસ્તાની રૂપિયા (620 ભારતીય રૂપિયા) અને સેમિફાઇનલ માટે 2500 પાકિસ્તાની રૂપિયા (776 ભારતીય રૂપિયા) હશે. PCBએ તમામ મેચોની VVIP ટિકિટ 12000 પાકિસ્તાની રૂપિયા (3726 ભારતીય રૂપિયા)માં રાખી છે પરંતુ સેમિફાઇનલમાં તેની કિંમત 25000 (7764 ભારતીય રૂપિયા) હશે.

Add Zee News as a Preferred Source

કરાચીમાં પ્રીમિયર ગેલેરીની ટિકિટ 3500 પાકિસ્તાની રૂપિયા (1086 ભારતીય રૂપિયા), લાહોરમાં 5000 રૂપિયા (1550 ભારતીય રૂપિયા) અને રાવલપિંડીમાં પાકિસ્તાન વિ બાંગ્લાદેશ મેચની ટિકિટ 7000 રૂપિયા (2170 ભારતીય રૂપિયા) છે. PCB કરાચીમાં VIP ગેલેરી ટિકિટ 7000 રૂપિયા, લાહોર 7500 રૂપિયા અને બાંગ્લાદેશ મેચની 12500 રૂપિયામાં રાખવા માંગે છે. સામાન્ય દર્શકો માટે 18000 ટિકિટ ઉપલબ્ધ હશે પરંતુ તે નક્કી નથી કે વ્યક્તિ એક સમયે કેટલી ટિકિટ ખરીદી શકે છે અને ટિકિટ ઓનલાઈન ઉપલબ્ધ થશે કે નહીં.

કોની પાસે જશે ટિકિટના પૈસા?
ICC ટુર્નામેન્ટના નિયમો હેઠળ, યજમાન દેશ મેચોની ટિકિટો વેચે છે અને હોસ્પિટાલિટી બોક્સથી મળનાર રેવેન્યુ રાખે છે રાખે છે. આ સિવાય તેને ICC તરફથી હોસ્ટિંગ ફી પણ મળે છે. ભારતની મેચ દુબઈમાં યોજાવાની છે, તેથી PCB માને છે કે તેને ટિકિટ અને હોસ્પિટાલિટી બોક્સમાંથી પૈસા મળશે. અમીરાત ક્રિકેટ બોર્ડને ઓપરેટિંગ ખર્ચ આપવામાં આવશે જેમાં ગ્રાઉન્ડ રેન્ટનો સમાવેશ થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્

...और पढ़ें

Trending news