CSK vs RR : ચેન્નાઈના ચાહકોનું તૂટ્યું સપનું! ધોની 2 વર્ષ પછી રમશે દિલ્હીમાં, ટાઈમ અને ડેટનો થયો ખુલાસો
CSK vs RR : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPL 2025ના નવા શેડ્યૂલની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટ 17 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચેની મેચ સાથે ફરી શરૂ થશે.
Trending Photos
CSK vs RR : IPL 2025ના નવા શેડ્યૂલ મુજબ આ ટુર્નામેન્ટ 17 મેથી ફરી શરૂ થવા જઈ રહી છે. બાકી રહેલી મેચોમાં પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે રમાશે. નવા શેડ્યૂલ મુજબ, છ સ્થળોએ કુલ 17 મેચ રમાશે અને IPL 2025ની ફાઇનલ 3 જૂને યોજાશે. પ્લેઓફ મેચોના સ્થળો બાદમાં જાહેર કરવામાં આવશે.
ચેન્નાઈના ચાહકોને ઝટકો
29 મેના રોજ ક્વોલિફાયર-1 રમાશે. એલિમિનેટર મેચ 30 મેના રોજ, ક્વોલિફાયર-2 1 જૂનના રોજ અને ફાઇનલ મેચ 3 જૂનના રોજ રમાશે. નવા શેડ્યૂલમાં બે ડબલ હેડર પણ છે. બંને ડબલ હેડર ફક્ત રવિવારે જ રમાશે. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે સિઝનમાં હજુ બે મેચ બાકી છે. ટીમ 20 મેના રોજ રાજસ્થાન રોયલ્સ સામે અને 25 મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામે રમશે. નવા શેડ્યૂલથી ચેન્નાઈ સુપર કિંગ્સને ઝટકો લાગ્યો છે. ટીમની એક મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાવાની હતી, પરંતુ હવે ત્યાં કોઈ મેચ યોજાશે નહીં. તેથી ચેન્નાઈના ચાહકો આ સિઝનમાં તેમની ટીમને તેમના હોમ ગ્રાઉન્ડ પર રમતા જોઈ શકશે નહીં.
ચેન્નાઈની મેચ દિલ્હીમાં
ચેન્નાઈ સીઝનની છેલ્લી મેચ 20 મેના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમશે. તેનો મુકાબલો રાજસ્થાન સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગ્યાથી રમાશે. ચેન્નાઈની ટીમ બે વર્ષ પછી દિલ્હીમાં રમશે. તેણે છેલ્લે 20 મે 2023ના રોજ દિલ્હી કેપિટલ્સ સામે અહીં મેચ રમી હતી. હવે બરાબર બે વર્ષ પછી, 20 મે 2025ના રોજ, પાંચ વખતની ચેમ્પિયન ટીમ અહીં રમશે.
દિલ્હીમાં ફરી કપ્તાની કરશે ધોની
જ્યારે ચેન્નાઈની ટીમ છેલ્લે દિલ્હીમાં રમી હતી, ત્યારે મહેન્દ્ર સિંહ ધોની ટીમનો કેપ્ટન હતો. હવે બે વર્ષ પછી તે ફરીથી આ મેદાન પર આવશે અને કેપ્ટન બનશે. IPL 2024માં ચેન્નાઈની મેચ દિલ્હીમાં રમાઈ નહોતી. ઋતુરાજ ગાયકવાડ છેલ્લી સીઝનમાં કેપ્ટન હતો. આ વખતે પણ કમાન તેના હાથમાં હતી, પરંતુ તે ઈજાને કારણે બહાર થઈ ગયો હતો. તેના સ્થાને ધોનીએ કમાન સંભાળી. હવે દિલ્હીમાં તેના ચાહકો તેને ફરીથી અરુણ જેટલી સ્ટેડિયમમાં જોઈ શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે