)
Cheteshwar Pujara: ટીમ ઈન્ડિયાના અનુભવી ખેલાડી ચેતેશ્વર પૂજારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. પૂજારાએ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે પોતાની નિવૃત્તિની માહિતી શેર કરી. ટેસ્ટ ક્રિકેટમાં પૂજારાએ ઈંગ્લેન્ડથી ઓસ્ટ્રેલિયા સુધી શાનદાર ઇનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયામાં પૂજારાને રન બનાવવા ખૂબ ગમતા હતા. જેના કારણે તેમણે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાને બે વાર ટ્રોફી જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આજે અમે તમને ઓસ્ટ્રેલિયા સામે પૂજારાના મહાન રેકોર્ડ્સ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
પુજારાનો ઓસ્ટ્રલિયા વિરુદ્ધ ટેસ્ટ રેકોર્ડ
ચેતેશ્વર પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામે ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે ઓસ્ટ્રેલિયા સામે 11 ટેસ્ટ મેચ રમી. આ સમય દરમિયાન પૂજારાએ બેટિંગ કરતી વખતે 47.28 ની સરેરાશથી 993 રન બનાવ્યા. આ સમય દરમિયાન તેમના બેટમાંથી 3 સદી અને 5 અડધી સદી નીકળી. પૂજારા નંબર-3 પર બેટિંગ કરતો જોવા મળ્યો. રાહુલ દ્રવિડ પછી પૂજારાને ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની બીજી દિવાલ માનવામાં આવતી હતી. પૂજારાએ સારા બોલરોને મુશ્કેલ સમય આપ્યો.
CHETESHWAR PUJARA IN TESTS IN AUSTRALIA:
- 11 Tests.
- 993 Runs.
- 47.28 Average
- 3 Hundreds.
- 5 Fifties.Pujara was one of the main reasons why India won BGT 2 times in Australia, Thank you for all the Contributions. ?❤️ pic.twitter.com/n8Ethyso2N
— Johns. (@CricCrazyJohns) August 24, 2025
બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં આ રહ્યું પ્રદર્શન
ચેતેશ્વર પૂજારાએ 2013માં રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 419 રન બનાવ્યા હતા. ત્યારબાદ 2014માં તેના બેટમાંથી 201 રન નીકળ્યા હતા. આ ઉપરાંત ચેતેશ્વર પૂજારાએ 2017માં 405 રન, 2018માં 521 રન અને 2020માં 271 રન બનાવ્યા હતા.
- 419 runs in 2013 BGT
- 201 runs in 2014 BGT
- 405 runs in 2017 BGT
- 521 runs in 2018 BGT
- 271 runs in 2020 BGTTHE HERO OF INDIAN CRICKET IN BORDER GAVASKAR TROPHY - PUJARA...!!! ? pic.twitter.com/yyFP7UyWnP
— Johns. (@CricCrazyJohns) August 24, 2025